માઉથવૉશ તમારી એક્સર્સાઈઝને નકામી બનાવી શકે છે
અમદાવાદ, તા. 12 નવેમ્બર 2019 મંગળવાર
હવે ઘણા લોકો પોતાના રોજિંદા જીવનમાં પણ માઉથવૉશનો ઉપયોગ કરતા થયા છે. પરંતુ જો તમે ઇચ્છતા હો કે તમે કરેલી એક્સરસાઇઝનો તમને પૂરેપૂરો લાભ મળે તો તમારે માઉથવૉશનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
જાણવા મળ્યું છે કે જ્યારે તમે કોગળા કરવા માટે પાણીને બદલે માઉથવૉશનો ઉપયોગ કરો છો ત્યારે શરીરની એક્સરસાઈઝના બ્લડ પ્રેશરને ઘટાડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.
આ રિસર્ચ પેપર ફ્રી રેડિકલ બાયોલોજી અને મેડિસિનમાં પ્રકાશિત પ્રકાશિત થયું હતું. આ રિસર્ચ માટે 25 હેલ્ધી લોકોને અલગ અલગ સમયે 30 મિનિટ સુધી ટ્રેડમિલ પર દોડવાનું કહેવાયું. ત્યાર બાદ બે કલાક સુધી એમના પર વોચ રાખવામાં આવી.
એક્સરસાઇઝ કર્યાના 30, 60 અને 90 મિનિટે તેમને માઉથવૉશથી કોગળા કરવાનું કહેવામાં આવ્યું. એક્સરસાઇઝ કરવાના 120 મિનિટ પહેલા અને 120 મિનીટ પછી તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. અભ્યાસમાં જાણવા મળ્યું કે એક્સરસાઇઝ કરવાના એક કલાક પછી માઉથવૉશનો ઉપયોગ કરવામાં આવે તો એક્સરસાઇઝથી બ્લડ પ્રેશર ઘટવા પર 60% જેટલી અસર થાય છે.
એટલું જ નહિ બે કલાક પછી તો તે સંપૂર્ણપણે ગાયબ દેખાયું. એક રિસર્ચરે કહ્યું કે એક્સરસાઇઝની વાત જવા દઈએ તો પણ એન્ટી બેક્ટેરિયલ માઉથવૉશનો ઉપયોગ આપણા બ્લડપ્રેશરને વધારી શકે છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
આટલું જાણ્યા પછી પણ જો તમે માઉથવૉશનો ઉપયોગ કરવા માગતા હોવ તો તે તમારી ઈચ્છા છે. પરંતુ જે લોકો ખરેખર બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા એક્સરસાઇઝ કરતા હોય તેમણે તો mouthwash વાપરવાનું બંધ કરી દેવું જોઈએ.