FOLLOW US

સ્કિન સંબંધિત આ સમસ્યાઓના ઉકેલ માટે રામબાણ ઈલાજ છે તુલસી

Updated: Mar 15th, 2023


અમદાવાદ, તા. 15 માર્ચ 2023 બુધવાર

ભારતમાં તુલસીનું ખૂબ મહત્વ છે. હિંદુ ધર્મમાં ઘણા લોકો તુલસીની પૂજા કરે છે અને માને છે કે આનાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે. જોકે પૌરાણિક મહત્વ સિવાય તુલસી એક ગુણકારી ઓષધિ પણ છે. આના ઉપયોગથી શરીરની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને સ્કિન માટે પણ આ ખૂબ ફાયદાકારક છે. 

તુલસી તમારી સ્કિન સંબંધિત ઘણી બધી તકલીફોને દૂર કરી દે છે. ભલે તમારી સ્કિન ઓઈલી હોય કે ડ્રાય હોય કે પછી પિંપલ્સ હોય તુલસી આ તમામ મામલે તમારા માટે એક કારગર ઉપાય સાબિત થઈ શકે છે. આવો જાણીએ તુલસીના પાન તમારી સ્કિનને કયા-કયા ફાયદા પહોંચાડી શકે છે. 

1. સ્કિનને સ્વચ્છ રાખે છે

તુલસીના પાનમાં હાજર પ્રાકૃતિક ગુણ સ્કિનને સ્વચ્છ રાખે છે અને છિદ્રોને ખોલવામાં મદદ કરે છે. આ સ્કિન પર એક નેચરલ ક્લીંજરની જેમ કામ કરે છે. તુલસીના પાન ઓઈલી સ્કિન ધરાવતા લોકો માટે એક શ્રેષ્ઠ સોલ્યુશન છે કારણ કે આ સ્કિન પર હાજર ગંદકીને દૂર કરીને સાફ કરે છે. તમે ઘરે જ તુલસીનો ફેસ માસ્ક બનાવીને પોતાની સ્કિન પર લગાવી શકો છે. તુલસી પાનને ધોઈને તેને પીસી લેવા બાદમાં તેમાં તાજુ દહી ઉમેરીને ચહેરા પર લગાવો.

2. પિંપલ્સની સારવાર

તુલસી પિંપલ્સથી પણ છુટકારો અપાવવામાં કારગર છે કારણ કે તે એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફલેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. આ ચહેરા પરથી એક્સ્ટ્રા ઓઈલને રિમૂવ કરે છે અને પિંપલ્સના કારણે થતા સોજાને પણ ઓછો કરે છે.


3. ગ્લોઈંગ સ્કિન મેળવવામાં મદદ કરે છે

તુલસી ગ્લોઈંગ સ્કિન માટે ફાયદાકારક છે. આ તમારી સ્કિનને પ્રદૂષણ, UV કિરણો અને ઈન્ફેક્શન્સથી બચાવવાનું કામ કરે છે. જેમાં ડિટોક્સિફાઈંગ ગુણ હોય છે, જે સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે.

4. બ્લેકહેડ્સને દૂર કરે છે

બ્લેકહેડ્સના કારણે ઘણા લોકોને સ્કિન સંબંધિત તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તુલસી બેક્ટેરિયા અને સોજા સામે લડવામાં મદદ કરે છે. જેમાં કેમ્ફેન હાજર હોય છે. જે નેચરલ સ્કિન ટોનરનું કામ કરે છે. તુલસી માત્ર બ્લેકહેડ્સને જ નહીં, પરંતુ વ્હાઈટહેડ્સને પણ દૂર કરે છે. આનો ફેસ પેક બનાવવા માટે 25થી 30 તુલસીના પાન અને એટલા જ લીમડાના પાન લો. તેને સારી રીતે પીસીને એક પેસ્ટ બનાવો અને પછી એક ચમચી મધ ઉમેરો. આ તમારી સ્કિન પર જામેલા એક્સ્ટ્રા ઓઈલને દૂર કરવામાં મદદ કરશે.

Gujarat
Magazines