ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીઓ માટે મોટી રાહત, કાયમી માટે ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવાની જરૂર નહીં રહે

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
Diabetes



Type 1 Diabetes Cure: ડાયાબિટીસ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહેલા ગંભીર રોગોમાંનો એક ગણાય છે. ડાયાબિટીસના મુખ્યત્વે બે પ્રકાર છેઃ ટાઇપ-1 અને ટાઇપ-2. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, એકવાર ડાયાબિટીસ થઈ જાય પછી તેને નિયંત્રણમાં રાખવા માટે જીવનભર પ્રયત્નો કરવા પડે છે. ટાઈપ-2 ડાયાબિટીસની સમસ્યાને દવાઓની સાથે જીવનશૈલી-આહારમાં સુધારો કરીને નિયંત્રિત કરી શકાય છે, જ્યારે ટાઈપ-1 ડાયાબિટીસના કિસ્સામાં દર્દીએ જીવનભર ઈન્સ્યુલિન લેતા રહેવું પડે છે. જો કે, આ દિશામાં હવે મોટી સફળતા મળી છે. ચીનના વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન નામની એક નવી સારવાર શોધી કાઢી છે જેના દ્વારા ટાઈપ-1 ડાયાબિટીસનો ઈલાજ કરી શકાય છે.

સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ બન્યું વરદાન

ચીનના સ્થાનિક અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, એક દાયકાથી વધુ સમયથી ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત એક 25 વર્ષીય મહિલાને આક્રમક સર્જરી દ્વારા ટ્રાન્સપ્લાન્ટ બાદ ડાયાબિટીસમાંથી રાહત મળી છે. સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં માત્ર અડધો કલાકનો સમય લાગ્યો હતો. હવે મહિલા ડાયાબિટીસને વધુ સારી રીતે નિયંત્રિત કરવામાં સક્ષમ છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા મહિલાને લગભગ અઢી મહિનામાં આ બીમારીમાંથી વિશેષ રાહત મળી છે. હવે તે ઇન્સ્યુલિન વિના કુદરતી રીતે તેના ખાંડના સ્તરને નિયંત્રિત કરી શકે છે.

આ પણ વાંચોઃ વિશ્વાસ ન આવે તેવી ઘટના : ગર્ભવતીના પેટમાં બાળક, બાળકના પેટમાં પણ બાળક, આ કેસ જોઈને ડૉક્ટરો ચોંક્યા

ટાઇપ-1 ડાયાબિટીસ શું છે?

સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ટાઇપ-1 ડાયાબિટીસ શું છે અને તેને શા માટે ખતરનાક માનવામાં આવે છે? ટાઇપ-1 ડાયાબિટીસ એ એક ઓટોઇમ્યુન રોગ છે. આ રોગ ત્યારે થઈ શકે છે જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતે જ સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોને નષ્ટ કરવાનું શરૂ કરે છે. ઇન્સ્યુલિન વિના, ખાંડ તમારા લોહીના પ્રવાહમાં એકઠું થવા લાગે છે જે ઘણાં નુકસાન પહોંચાડે છે. અત્યાર સુધી આઇલેટ ટ્રાન્સપ્લાન્ટ એ ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતા લોકો માટેની એક માત્ર સારવાર પદ્ધતિ છે, જેમાં મૃત વ્યક્તિના સ્વાદુપિંડમાંથી આઇલેટ કોશિકાઓ દૂર કરવામાં આવે છે અને દર્દીના યકૃતમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.

સારા પરિણામો મળ્યા

અહેવાલ મજુબ સ્ટેમ સેલ થેરાપીએ ડાયાબિટીસની સારવાર માટે નવી શક્યતાઓ ખોલી છે. આ બીમારીની સારવાર માટે સંશોધકોએ પહેલા દર્દી પાસેથી જ કોષો લીધા અને તેમાં કેટલાક રાસાયણિક ફેરફારો કર્યા. આ પ્રક્રિયામાં કોષોને આઇલેટ સેલમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા, જે પછી સફળ પરિણામો મળ્યા બાદ સુધારેલા કોષોને દર્દીના શરીરમાં પાછા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ પીડિતાનું નામ-ઓળખ જાહેર કરનારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ, કોલકાતા કેસ મુદ્દે મમતા સરકારને પણ ઝાટકી

ઇન્સ્યુલિનની જરૂરિયાત ટળશે

ગયા વર્ષે જૂનમાં, ચીનના સંશોધકોની એક ટીમને ક્લિનિકલ સંશોધન માટે મંજૂરી મળી હતી. જે પછી તેઓએ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન સારવાર શોધી હતી. આ સારવાર બાદ દર્દીનું ફાસ્ટિંગ બ્લડ ગ્લૂકોઝનું સ્તર ધીમે ધીમે સામાન્ય થયું હતું અને ઈન્સ્યુલિનના ઈન્જેક્શનની જરૂરિયાતમાં સતત ઘટાડો થયો હતો. ટ્રાન્સપ્લાન્ટના 75 દિવસ પછી, દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શનને જરૂરિયાત સંપૂર્ણપણે દૂર થઇ ગઇ હતી. જે પછી નિષ્ણાતો કહી રહ્યા છે કે, આ થેરેપી ટાઇપ-1 ડાયાબિટીસની સારવારમાં ચોક્કસપણે મદદરૂપ સાબિત થઈ શકે છે.


Google NewsGoogle News