હળદરવાળું પાણી કે હળદરવાળું દૂધ? જાણો શરીરને સૌથી વધુ ફાયદો કોનાથી, જવાબ જાણી ચોંકશો

Turmeric Water vs Turmeric Milk Benefits: તમારા રસોડામાં રહેલી હળદર ન માત્ર તમારા ભોજન માટે નેચરલ કલરનું કામ કરે છે, પરંતુ દુનિયાની સૌથી શક્તિશાળી નેચરલ વસ્તુઓમાંથી એક છે. તે સદીઓથી ભારતીય ભોજન અને આયુર્વેદિક દવાનો હિસ્સો રહી છે. તેમાં રહેલું કર્ક્યુમિન તેને તેનો ચમકતો પીળો રંગ અને આરોગ્યપ્રદ બનાવે છે. કર્ક્યુમિન બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને હીલિંગ એટલે કે ઉપચાર કરવાની ક્ષમતા માટે ઓળખાય છે. તે શરીરને ઈન્ફેક્શનથી બચાવવા, સાંધાના દુખાવામાં રાહત આપવા, પાચન સુધારવા અને આખા શરીરના આરોગ્યને સારું બનાવવા મદદ કરે છે.
હળદરના ફાયદાઓના કારણે આજકાલ લોકો તેનો ઉપયોગ ઘણી રીતે કરે છે. પરંતુ આ પદ્ધતિઓમાં સૌથી વધુ લોકપ્રિય હળદરનું પાણી અને હળદરનું દૂધ છે. બંનેને બનાવવા સરળ છે, પરંતુ શરીર પર તેની અસરો અલગ-અલગ છે. જો તમને ખબર ન હોય કે તેમની વચ્ચે શું તફાવત છે અને કયું તમારા માટે વધુ ફાયદાકારક છે, તો આ સમાચાર તમારા માટે છે. ચાલો જાણીએ.
હળદરવાળું પાણી
હળદરવાળું પાણી હળદરને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને બનાવવામાં આવે છે. ઘણા લોકો તેનો સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ વધારવા માટે તેમાં એક લીંબુનો રસ, મધ અથવા કાળા મરી પણ નાખે છે.
ફાયદા
હળદરવાળું પાણી શાનદાર મોર્નિંગ ડ્રિંક છે. તે શરીરને હાઇડ્રેટ કરે છે અને હળવું ડિટોક્સ પૂરું પાડે છે. તે લીવરના સ્વાસ્થ્યને પણ સપોર્ટ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તે પાચનમાં સુધારો કરે છે, બાઈલ (પિત્ત જૂસ) પ્રોડક્સનને બૂસ્ટ કરે છે અને પેટનું ફૂલવું ઘટાડે છે. તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે, જે વજન ઘટાડવા અથવા કંટ્રોલ રાખનારા માટે સારો ઓપ્શન છે.
લિમિટેશન્સ
હળદરમાં રહેલું કર્ક્યુમિન પાણીમાં સંપૂર્ણપણે ઓગળતું નથી, તેથી શરીર તેને ઓછી માત્રામાં શોષી લે છે. તે હળવી બીમારીઓમાં રાહત માટે સારું છે, પરંતુ ઊંડા બળતરા અથવા દુ:ખાવા માટે તે વધુ અસરકારક નથી.
પીવાનો યોગ્ય સમય
સવારે ખાલી પેટે એક ગ્લાસ હળદરવાળું પાણી પીવું સૌથી વધુ ફાયદાકારક છે.
હળદરવાળું દૂધ
હળદર વાળું દૂધ ભારતીય ઘરોમાં રાત્રિના સમયે પીવાતું રિલેક્સિંગ ડ્રિંક છે જે લોકો પેઢીઓથી પી રહ્યા છે. તેને દૂધને હળદર સાથે થોડું ગરમ કરીને બનાવવામાં આવે છે. ઘણા લોકો તેનો સ્વાદ અને અસરકારકતા વધારવા માટે કાળા મરી, આદુ અથવા તજ પણ નાખે છે.
ફાયદા
તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને શરદી, ખાંસી અને ચેપ સામે રક્ષણ આપે છે. દૂધમાં રહેલી ચરબી હળદરમાં રહેલા કર્ક્યુમિનને શરીર દ્વારા વધુ સારી રીતે શોષી લે છે, જેનાથી સાંધાના દુખાવા અને બળતરામાં રાહત મળે છે. ગરમ દૂધ શરીરને આરામ આપે છે, જ્યારે હળદર મનને શાંત કરે છે. તેનાથી ઊંઘ સારી આવે છે. તે પ્રોટીન, કેલ્શિયમ અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર એક પૌષ્ટિક પીણું છે.
લિમિટેશન્સ
હળદર વાળા દૂધમાં હળદરવાળા પાણી કરતાં વધુ કેલરી હોય છે. જે લોકો લેક્ટોઝ ઈન્ટોલરેન્ટ હોય છે તેમના માટે તે યોગ્ય નથી, જોકે તેનાથી બચવા માટે તમે તેને પ્લાન્ટ બેસ્ડ મિલ્કમાં તેને બનાવી શકો છો.
પીવાનો યોગ્ય સમય
હળદર વાળુ દૂધ રાત્રે સૂતા પહેલા પીવું સૌથી વધુ ફાયદાકારક હોય છે.
હળદરનું પાણી અને હળદરનું દૂધ એકબીજાના પૂરક છે. તેમનો પરસ્પર કોઈ મુકાબલો નથી. હળદરનું પાણી શરીરને રિફ્રેશ કરે છે, તેને ડિટોક્સિફાય કરે છે અને ચયાપચયમાં સુધારો કરે છે. બીજી તરફ હળદર વાળુ દૂધ શરીરને અંદરથી સ્વસ્થ, રિલેક્સ અને મજબૂત બનાવે છે. જો તમને ખબર હોય કે તેને ક્યારે અને કેવી રીતે પીવું, તો હળદર તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલનો એક શક્તિશાળી હિસ્સો બની શકે છે.

