વધતી ઉંમરે ઘટતી યાદશક્તિને સુધારવાનો આ છે સચોટ ઉપાય, 100 ટકા મળશે લાભ
લંડન, 23 ફેબ્રુઆરી 2019, શનિવાર
યાદશક્તિ જેને મેમરી પાવર પણ કહેવામાં આવે છે તે વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. જો વ્યક્તિ પોતાની યાદશક્તિ ગુમાવી બેસે તો તેને જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. યાદશક્તિ ન હોય તો અંગત જીવન ઉપરાંત પ્રોફેશનલ જીવન પર પણ અસર થાય છે. એટલા માટે જ તો નાનપણથી યાદશક્તિ વધારવા માટે અનેક ઉપાયો માતા પિતા કરવા લાગે છે.
જો કે તાજેતરમાં થયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે વધતી વયમાં શારીરિક અને માનસિક રીતે સક્રિય થવાથી સ્મૃતિ લોપ થવાનું જોખમ ઘટી જાય છે. ન્યૂરોલોજી જર્નલમાં પ્રકાશિત એક અધ્યયન અનુસાર માનસિક ગતિવિધિઓમાં વાંચવું, વાદ્યયંત્ર વગાડવા, ગાયન, કાર્યક્રમમોમાં ભાગ લેવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. અધ્યયનના પરીણામ સંકેત કરે છે કે આધેડ વયમાં આ ગતિવિધિઓ કરવાથી સ્મૃતિ લોપ અટકે છે. આ અધ્યયન સ્વીડનમાં 800 મહિલાઓ પર કરવામાં આવ્યું હતું. આ મહિલાઓની ઉંમર સરેરાશ 47 વર્ષ હતી.
આ અધ્યયન અનુસાર યાદશક્તિ વધારવાના અનેક ઉપાયોમાંથી સૌથી અસરકારક ઉપાય પૂરતી ઊંઘ કરવાનો છે. પૂરતાં પ્રમાણમાં ઊંઘ કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત નિયમિત રીતે બદામ અને અખરોટનું સેવન કરવાથી પણ યાદશક્તિ વધે છે.