Updated: May 14th, 2023
Image Source: Freepik
દાળ
બાળકોની ભોજનની થાળીમાં દાળ જરૂર એડ કરો આનાથી પ્રોટીન, ફાઈબર, આયર્ન, ફોલેટ, મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરી શકાય છે. દાળ જેના સેવનથી તમારા બાળકનો સંપૂર્ણ વિકાસ થઈ શકે છે. દરરોજ દાળ ખાવાથી હાડકા પણ સ્વસ્થ થાય છે. માંસપેશીઓ મજબૂત થાય છે અને સંપૂર્ણ શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે.
અનાજ
ભોજનની થાળીમાં અનાજ હોવુ ખૂબ જરૂરી છે. કેમ કે બાળકોમાં ફાઈબરની ઉણપને દૂર કરવા માટે આ એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. આને ખાવાથી બાળકોની પાચન શક્તિ સારી રહે છે. પેટ ભરેલુ અનુભવે છે. અનાજ વિટામિન, ખનીજ અને એન્ટીઓક્સિડેન્ટ જેવા જરૂરી પોષક તત્વોની પૂર્તિ કરે છે. આ બાળકોમાં આયર્નની ઉણપ ધરાવતી બીમારી એનીમિયાને પણ રોકવામાં મદદ કરે છે.
ઓટ્સ
બાળકોને ઓટ્સ પણ ખવડાવવા જોઈએ. આ ફાઈબર પ્રોટીન, વિટામિન ઈ, મેગ્નેશિય અને ઝિંક જેવા જરૂરી પોષક તત્વોનો ખજાનો છે. ઓટ્સમાં હાજર પોષક તત્વો બાળકોમાં વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. આનાથી સંપૂર્ણ હેલ્થનો વિકાસ થાય છે. ઓટ્સના સેવનથી બાળકોમાં મેદસ્વીતાનું જોખમ ઓછુ રહે છે.
ક્વિનોઆ
બાળકોના ભોજનની થાળીમાં તમે ક્વિનોઆ પણ એડ કરી શકો છો. આ વિટામિન અને ફાઈબર, પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ક્વિનોઆ સામેલ કરવાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
ડેરી પ્રોડક્ટ
બાળકોને ડેરી પ્રોડક્ટનું સેવન કરાવવુ પણ લાભદાયી છે. જેમાં દૂધ, પનીર, છાશ, દહીં પણ સામેલ કરવુ જોઈએ. ડેરી પ્રોડક્ટ કેલ્શિયમ અને વિટામિન ડી થી ભરપૂર હોય છે જે મજબૂત હાડકા માટે જરૂરી હોય છે.