શું તમને પણ થાયરોઇડ છે? જાણો તેના લક્ષણ અને ઘરેલૂ ઉપચાર
- પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં થાયરોઇડની સમસ્યા 10 ગણી વધારે હોય છે
નવી દિલ્હી, તા. 13 જુલાઇ 2020, સોમવાર
આજકાલ ઘણા બધા લોકો થાયરોઇડની સમસ્યાથી પીડાય છે. આ બીમારીમાં વજન વધવા અથવા ઘટવાની સાથે હોર્મોન્સ પણ અસંતુલિત થઇ જાય છે. એક અભ્યાસ અનુસાર, પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં થાયરોઇડની સમસ્યા 10 ગણી વધારે હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર, શરીરનાં અંગોના સામાન્ય કામકાજ માટે થાયરોઇડ હોર્મોન જરૂરી હોય છે, પરંતુ તેમાં જો અસંતુલન સર્જાય તો તે સમસ્યા બની શકે છે. થાયરોઇડ સમસ્યાઓમાં સૌથી સામાન્ય કારણ ઑટોઇમ્યૂન્યૂન થાયરોઇડ રોગ (AITD) છે. આ એક જિનેટિક એટલે કે આનુવંશિક સ્થિતિ છે, જેમાં રોગપ્રતિકારક શક્તિ એન્ટીબૉડી ઉત્પન્ન કરે છે અને થાયરોઇડ ગ્રંથિઓને વધારે હોર્મોન બનાવવા માટે ઉત્તેજિત કરે છે. જાણો, તેનું લક્ષણ અને ઘરેલૂ ઉપચાર વિશે...
થાયરોઇડ બે પ્રકારના હોય છે.
1. હાઇપરથાયરાયડિઝ્મ
લક્ષણ : વજન ઘટવું, હાથ કાંપવા, ગરમી સહન ન થવી, સરખી ઊંઘ ન આવવી, તરસ લાગવી, વધારે પરસેવો થવો, ઝડપથી હૃદય ધબકવું, અશક્તિ, ચિંતા અને અનિન્દ્રા.
2. હાઇપોથાયરાયડિઝ્મ
લક્ષણ : કામમાં આળસ આવવી, થાક લાગવો, કબજિયાત, હૃદયના ધબકારાની ગતિ ધીમી થવી, ઠંડી લાગવી, સુકી ત્વચા, વાળ શુષ્ક થવા, મહિલામાં અનિયમિત માસિક ચક્ર, ઇન્ફર્ટિલિટીના લક્ષણ વગેરે.
થાયરોઇડના ઘરેલૂ ઉપચારની વાત કરીએ તો તમારા ઘરમાં સરળતાથી મળી જતી વસ્તુઓથી તેનો ઉપચાર થઇ શકે છે.
આદુ :
આદુમાં રહેલ પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે થાયરોઇડની સમસ્યાથી છૂટકારો અપાવે છે. આદુમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ થાયરોઇડને વધારતા અટકાવે છે અને તેની કાર્યપ્રણાલીમાં સુધાર લાવે છે.
દૂધ અને દહીંનું સેવન :
થાયરોઇડની સમસ્યાથી પીડાતા લોકોને દહીં અને દૂધનો વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. દૂધ અને દહીંમાં રહેલ કેલ્શિયમ, મિનરલ્સ અને વિટામિન્સ થાયરોઇડથી પીડાતા લોકોને સ્વસ્થ બનાવી રાખે છે.
અળસીના બી
અળસીના બી ફેટી એસિડથી ભરપૂર હોય છે જે આપણા હૃદય માટે સ્વાસ્થ્યવર્ધક તો છે જ પરંતુ થાયરોઇડની સમસ્યા માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલા મેગ્નેશિયમ અને વિટામિન બી 12 હાઇપોથાયરાયડિઝ્મથી લડે છે.
નારિયેળનું તેલ :
નારિયેળના તેલમાં ફેટી એસિડ હોય છે, જે થાયરોઇડ ગ્રંથિને તેના કામકાજમાં મદદરૂપ થાય છે. નારિયેળના તેલનો મર્યાદિત ઉપયોગ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. જે શરીરમાં મેટાબૉલિઝ્મ વધારે છે અને શરીરનું તાપમાન સંતુલિત રાખે છે.
મુલેઠીનું સેવન :
થાયરોઇડના દર્દીઓને થાક જલ્દી લાગી જાય છે એવામાં મુલેઠીનું સેવન કરવું તેમના માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મુલેઠીમાં રહેલ તત્ત્વ થાયરોઇડ ગ્રંથિને સંતુલિત રાખે છે. તે તમારી થકાવટને ઊર્જામાં ફેરવી દે છે. થાયરોઇડની સમસ્યામાં મુલેઠી કેન્સરના જોખમને પણ ઘટાડી દે છે.
અનાજ :
જવ, ઘઉં અને સાબૂત અનાજથી બનાવવામાં આવેલા પદાર્થોનું સેવન કરવાથી થાયરોઇડની સમસ્યા સર્જાતી નથી. જણાવવામાં આવે છે કે અનાજમાં ફાઇબર, પ્રોટીન અને વિટામિન્સ વગેરે ભરપૂર પ્રમાણમાં હોય છે જે થાયરોઇડને વધતા રોકે છે. ઘઉં અને જુવાર સાયનસ, હાઇ બ્લડપ્રેશર અને લોહીની ઊણપ જેવી સમસ્યાઓને અટકાવવામાં પણ અસરકારક રીતે કામ કરે છે.