જાણો, શું છે થાઇરોઇડ? કયા થાઇરોઇડમાં શું ખાવું અને શું ન ખાવું?
- વાંચો, થાઇરોઇડમાં ડાયેટ કેવું હોવું જોઇએ?
અમદાવાદ, તા. 02 જુલાઇ 2018, સોમવાર
થાઇરોઇડની સમસ્યા હવે સામાન્ય થવા લાગી છે અને આ સાથે જ એ પ્રશ્ન ઉદ્દભવે છે કે થાઇરોઇડમાં ડાયેટ કેવું હોવું જોઇએ.
સામાન્ય રીતે થાઇરોઇડમાં શું ખાવું અને શું ન ખાવું તે જાણતા પહેલા જરૂરી છે કે થાઇરોઇડની માહિતી અને તેના કારણે થતી પરેશાનીઓ શું હોઇ શકે છે.
થાઇરોઇડ હકિકતમાં એક એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે જે બટરફ્લાઇ આકારનું હોય છે અને તે ગળામાં આવેલું હોય છે. તેમાંથી થાઇરોઇડ હૉર્મોન નિકળે છે જે શરીરમાં મેટાબૉલિઝ્મને સંતુલનમાં રાખે છે.
થાઇરોઇડ ગ્લેન્ડ શરીરમાંથી આયોડીનની મદદથી હોર્મોન બનાવે છે. થાઇરોઇડ હૉર્મોનનો સ્ત્રાવ જ્યારે અસંતુલિત થાઉ છે ત્યારે શરીરમાં કેટલાય પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે. આ બિમારી પુરુષોની સરખામણીમાં વધારે મહિલાઓમાં હોય છે.
જાણો, થાઇરોઇડના પ્રકાર અને કયા થાઇરોઇડમાં શું ખાવું અને શું ન ખાવું..?
1. Hypothyroid
તેમાં થાઇરોઇડ ગ્લેન્ડ સક્રિય નથી હોતું, જેના કારણે શરીરમાં જરૂર અનુસાર T3,T4 હૉર્મોન પહોંચતો નથી. જેના કારણે શરીરનું વજન અચાનક વધવા લાગે છે. સુસ્તી લાગવા લાગે છે.
શરીરમાં રોગ સામે લડવાની ક્ષમતા ઘટવા લાગે છે. અનિયમિત પીરિયડ, કબજિયાતની ફરિયાદ, ચહેરા અને આંખો પર સોજો આવી જાય છે. આ બીમારી 30થી 60 વર્ષની મહિલાઓમાં વધારે જોવા મળે છે.
શું ખાવું?
આયોડિન નમક, આયોડિનથી ભરપૂર ચીજો, સી ફૂડ, ફિશ, ચિકન, ઇંડા, ટોન્ડ દૂધ અને તેમાંથી બનતી ચીજો જેવી કે દહીં, પનીર, ટામેટાં, મશરૂમ, કેળા, સંતરા વગેરે. ફિઝિશિયનની સલાહ પર વિટામિન, મિનિરલ્સ, આયર્ન સપ્લીમેન્ટ્સ.
શું ન ખાવું?
સોયાબીન અને સોયા પ્રોડક્ટ, રેડ મીટ, પેકેઝ્ડ ફૂડ, વધારે ક્રીમવાળી પ્રોડ્કક્ટ્સ જેવી કે કેક, પેસ્ટ્રી, સ્વીટ પોટેટો, નાશપતી, સ્ટ્રોબેરી, મગફળી, બાજરી વગેરે, ફ્લાવર, કોબીજ, બ્રોકલી, શલગમ વગેરે.
2. Hyperthyroid
તેમાં થાઇરોઇડ ગ્લેન્ડ ખૂબ જ વધારે સક્રિય બની જાય છે. T3,T4 હોર્મોન જરૂર કરતા વધારે માત્રામાં નિકળીને બ્લડમાં પ્રસરી જાય છે. જેના કારણે શરીરનું વજન એકાએક ઘટવા લાગે છે.
માંશપેશીઓ નબળી પડી જાય છે. ભૂખ વધારે લાગે છે, પૂરતી ઉંઘ મળતી નથી, સ્વભાવ ચિડચિડયો બની જાય છે. પીરિયડસમાં અનિયમિતતા, વધુ રક્તસ્ત્રાવની સમસ્યા, ગર્ભપાતનું પણ જોખમ રહે છે.
શું ખાવું?
લીલી શાકભાજી, અનાજ, બ્રાઉન બ્રેડ, ઑલિવ ઓઇલ, લેમન, હર્બલ અને ગ્રીન ટી, અખરોટ, જાંબુ, સ્ટ્રોબેરી, ગાજર, લીલા મરચાં, મધ.
શું ન ખાવું ?
મેદામાંથી બનેલી પ્રોડ્ક્ટ્સ જેમ કે પાસ્તા, મેગી, વ્હાઇટ બ્રેડ, સૉફ્ટ ડ્રિન્ક, આલ્કોહોલ, કેફીન, રેડ મીટ, વધારે મીઠી વસ્તુઓ જેવી કે મિઠાઇ, ચૉકલેટ.