ગળામાં દુખાવાને સામાન્ય ન સમજતા, જાણો ક્યારે થઈ શકે છે થાઈરોઈડ કેન્સર
Thyroid cancer : કેન્સર એક ગંભીર બીમારી છે, જે કોઈને પણ તેની ઝપેટમાં લઈ શકે છે. આ બીમારીના અનેક પ્રકાર હોય છે, જે શરીરના જે અંગને અસર કરે છે, તેના નામ પ્રમાણે ઓળખાય છે. થાઈરોઈડ કેન્સર આમાંથી એક છે, જેના વિશે ઘણા ઓછાં લોકો જાણે છે.
આ એક એવુ કેન્સર છે, જે થાઈરોઈડમાં વિકસિત થાય છે અને આ થવાથી શરીરમાં કેટલાક પ્રકારના લક્ષણો જોવા મળે છે. આવો આ આર્ટિકલમાં અમે તમને થાઈરોઈડ કેન્સર સાથે જોડાયેલી જરુરી માહિતી આપીએ.
આ પણ વાંચો : વારંવાર ખરાબ સપના આવે છે? આ વસ્તુ કરી રહ્યાં હોવાથી એ થઈ શકે છે, જાણો...
શું થાઈરોઈડ કેન્સર
નામ પરથી ખ્યાલ આવી જાય છે કે, થાઈરોઈડ કેન્સર, શરીરમાં રહેલા થાઈરોઈડ ગ્લેડમાં વિકસે છે. થાઈરોઈડ ગળામાં આવેલી એક નાની અને પતંગિયા આકારની ગ્રંથિ છે, જે શરીરમાં અનેક જરુરી કામ કરે છે. આ ગ્રંથિ એવા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જે શરીરનું તાપમાન, હૃદયના ધબકારા અને મેટાબોલિઝ્ને નિયંત્રિત કરે છે.
કોને વધુ થઈ શકે છે આ કેન્સર
આ કેન્સર કોઈને પણ થઈ શકે છે. જોકે, પુરુષોની તુલનામાં મહિલાઓને ત્રણ ગણી વધુ થવાની શક્યતા હોય છે. આ રોગ સામાન્ય રીતે 40 અને 50 વર્ષની સ્ત્રીઓ અને 60 અને 70 વર્ષની વયના પુરુષોમાં જોવા મળે છે. ઉપરાંત, આ રોગ બાળકોને પણ અસર કરી શકે છે.
થાઇરોઇડ કેન્સરના લક્ષણો
થાઈરોઈડના લક્ષણોમાં સામાન્ય રીતે કંઈપણ ખાવા-પીવામાં મુશ્કેલી અને ગળામાં દુખાવો તેના સામાન્ય લક્ષણો છે, પરંતુ જો તમને નીચેના લક્ષણો દેખાય છે, તો તેને હળવાશથી ન લેશો.
- થાક લાગવો
- ભૂખ ન લાગવી
- ઉબકા અને ઉલટી
- કારણ વગર વજન ઘટવું
થાઇરોઇડ કેન્સરના લક્ષણો
- ગરદનમાં લસિકા ગાંઠોમાં સોજો
- શ્વાસ લેવામાં કે ગળી જવામાં તકલીફ
- અવાજ ગુમાવવો અથવા ભારે અવાજ
થાઇરોઇડ કેન્સરના કારણો શું છે?
- મોટું થયેલુ થાઇરોઇડ (ગોઇટર)
- થાઇરોઇડ ડિસીસ અથવા થાઇરોઇડ કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ
- થાઇરોઇડાઇટિસ (થાઇરોઇડ ગ્રંથિની બળતરા)
- શરીરમાં આયોડિનની ઉણપ
- મોટાપા
- માથા અને ગરદનના કેન્સર માટે રેડિયેશન થેરાપી
શું થાઇરોઇડ કેન્સર મટાડી શકાય છે?
હા, મોટાભાગના થાઇરોઇડ કેન્સર મટાડી શકાય છે, પરંતુ જો કેન્સરના કોષો તમારા શરીરના અન્ય ભાગોમાં ફેલાયા ન હોય તો મટાડી શકે છે. મોટાભાગના થાઇરોઇડ કેન્સર મટાડી શકાય છે. આ સારવારમાં સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન, હોર્મોન થેરાપી અને રેડિયોઆયોડિન થેરાપીનો સમાવેશ થાય છે.