Get The App

લિવર ખરાબ થવાના આ છે સૌથી મોટા લક્ષણ, સમજી લો કે ડૉક્ટરને હવે બતાવવું જ પડશે

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
લિવર ખરાબ થવાના આ છે સૌથી મોટા લક્ષણ, સમજી લો કે ડૉક્ટરને હવે બતાવવું જ પડશે 1 - image


Big Symptoms Of Liver Damage: શરીરને સ્વસ્થ રાખવા માટે હૃદય, કિડની, ફેફસાં અને લિવરને સ્વસ્થ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાવા-પીવાની સૌથી વધુ અસર લિવરના સ્વાસ્થ્ય પર પડે છે. ભલે લિવર શરીરનું સૌથી મોટું અને મજબૂત અંગ હોય, પરંતુ તે ખરાબ થવાથી આખા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેનું કારણ એ છે કે લિવરના નુકસાનના લક્ષણો ખૂબ મોડેથી દેખાય છે. ઘણી વખત લોકો હળવા લક્ષણોને સમજી નથી શકતા અથવા બેદરકારી દાખવવા લાગે છે. ત્યાં સુધીમાં લિવરને ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે. તેથી લિવર ખરાબ થવાના આ લક્ષણોને ભૂલથી પણ અવગણવા જોઈએ નહીં. જાણો લિવર ખરાબ થવાના સૌથી મોટા લક્ષણો કયા છે?

જો પેટના ઉપરના ભાગમાં સતત દુ:ખાવો રહે તો સમજો કે લિવરમાં કોઈ સમસ્યા છે. ક્યારેક લિવરમાં સોજો આવે ત્યારે પેટમાં હળવો દુ:ખાવો થાય છે. જો વધુ પડતી એસિડિટી અને ગેસ રહે અથવા ભૂખ ન લાગતી હોય તો તે લિવર ડેમેજનો સંકેત છે. આ પરિસ્થિતિ અવગણવાની નહીં પરંતુ સાવચેત રહેવાની છે. જો આવા કોઈ લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

પ્રથમ લક્ષણ

લિવર ખરાબ થવાનું એક મહત્વપૂર્ણ લક્ષણ તમારી આંખો અને ત્વચામાં પણ નજર આવે છે. ત્વચાનો રંગ પીળો અથવા આંખોનો સફેદ ભાગ પીળો પડવો એ લિવર ડેમેજનું મોટું લક્ષણ છે. કમળો થવો એ લિવરની બીમારીનું લક્ષણ છે.

બીજું લક્ષણ

જો પેટમાં સતત દુ:ખાવો ચાલુ રહે તો તે લિવરમાં સોજો આવવાને કારણે હોઈ શકે છે. આ ઉપરાંત પગ અને ઘૂંટીઓમાં સોજો આવવો એ પણ લિવર સંબંધિત બીમારીનો સંકેત છે. ત્વચા પર ખંજવાળ પણ લિવર સાથે સંબંધિત માનવામાં આવે છે. આવું બાઈલ્સ વધાવાથી અથવા ઘટાડો થવાને કારણે હોઈ શકે છે.

આ પણ વાંચો: એશિયાની સૌથી વૃદ્ધ હાથણી 'વત્સલા' નું નિધન, મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં લીધા અંતિમ શ્વાસ

ત્રીજું લક્ષણ

જો તમારા મળનો રંગ ઘેરો હોય તો તે લિવર ખરાબ થવા તરફ ઈશારો કરે છે. પીળા રંગનો મળ પણ લિવર ખરાબ થવાનું લક્ષણ છે. ઉલટી થવી, ઉબકા, ભૂખ ન લાગવી અને તેના કારણે સતત થાક અને નબળાઈ રહેવી એ લિવર ખરાબ થવાનું લક્ષણ હોય શકે છે.

નોંધ: આ આર્ટિકલમાં સૂચવવામાં આવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા તમારા ડાયટમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત કોઈપણ ઉપાય કરતા પહેલા પોતાના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.

Tags :