સગર્ભાવસ્થા દરમિયાન વર્કિંગ વુમન રાખે ખાસ આ ધ્યાન, માતા અને બાળક બંને રહેશે સ્વસ્થ
Special Care in Pregnancy: સગર્ભાવસ્થા દરમિયાન કામ કરવું એ કોઈપણ વર્કિંગ વુમન માટે મોટો પડકાર બની શકે છે. પરંતુ જો યોગ્ય રૂટીન અને કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો માત્ર માતા જ નહીં પરંતુ બાળક પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહી શકે છે.
1. હેલ્ધી ડાયટ અનુસરીને એનર્જી મેળવો
- ગર્ભાવસ્થા દરમિયાન શરીરને વધારાના પોષણની જરૂર હોય છે. હેલ્ધી ડાયટ તમને એનર્જી તો આપશે જ, પરંતુ બાળકના વિકાસ માટે પણ ફાયદાકારક રહેશે.
- તાજા ફળો, લીલા શાકભાજી, મીલેટ્સ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લો.
- નાસ્તામાં બદામ, અખરોટ, કિસમિસ જેવા નટ્સનો સમાવેશ કરો.
- મસાલેદાર અને જંક ફૂડ ટાળો - આનાથી ગેસ, એસિડિટી અને પેટ ફૂલાઈ શકે છે.
- હાઇડ્રેટેડ રહો - દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો. તમે નારિયેળ પાણી અને ફ્રેશ જ્યૂસ પણ લઈ શકો છો.
2. લાંબા સમય સુધી બેસવાનું ટાળો
- લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી બ્લડ સર્ક્યુલેશનને અસર થઈ શકે છે. આથી દર 30-40 મિનિટે ઉભા થાઓ અને ચાલવાનું રાખો.
- ખુરશી પર બેસતી વખતે તમારી પીઠ સીધી અને પગ જમીન પર રાખો. તેમજ ઓફિસની ખુરશી પર ગાદી અથવા ટેકો મૂકો જેથી પીઠનો દુખાવો ન થાય.
- હળવું સ્ટ્રેચિંગ કરો - તેનાથી શરીરમાં બ્લડ ફ્લો સુધરશે અને શરીર હળવાશ અનુભવશે.
3. પૂરતો આરામ કરો
- કામની સાથે સાથે શરીરને આરામ આપવો પણ જરૂરી છે. આથી દર 1-2 કલાકે 5-10 મિનિટનો વિરામ લો.
- જો તમને થાક લાગે છે, તો તમારી આંખો બંધ કરીને થોડી મિનિટો માટે ઊંડા શ્વાસ લો.
- રાત્રે ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લો. તેમજ જરૂર પડે તો ઓફિસમાં પાવર નેપ લેવાથી પણ એનર્જી મળશે.
4. હળવી કસરતથી ફિટ રહો
- હળવી કસરત અને યોગ કરવાથી શરીર એક્ટીવ અને લચીલું રહે છે.
- ડોક્ટરની સલાહ મુજબ વોક, પ્રેગ્નન્સી યોગ અથવા ડીપ બ્રેથિંગ એક્સરસાઇઝ કરો. તેમજ પગ અને પીઠનો દુખાવો ઓછો કરવા માટે હળવું સ્ટ્રેચિંગ કરો.
- ઊંડા શ્વાસ લેવાથી તણાવ ઓછો થશે અને શરીરમાં ઓક્સિજનનું લેવલ સુધરશે.
5. વર્કલોડ ઓછો કરો, જાતને હળવી રાખો
- સગર્ભાવસ્થા દરમિયાન તમારા પર કામનું વધારે દબાણ ન રાખો.
- મલ્ટિટાસ્કિંગ ટાળો - એક સમયે એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો.
- ભારે વસ્તુઓ ઉપાડવાનું ટાળો. તેમજ તો જરાક પણ થાક લાગે તો તરત જ બ્રેક લો.