app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

Weight Loss Mistakes: વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો? તો આ 3 ભૂલ ન કરતા નહીંતર ફાયદાના બદલે થશે નુકસાન

Updated: Nov 20th, 2023


Image Source: Freepik

અમદાવાદ, તા. 20 નવેમ્બર 2023 સોમવાર

પેટ અને કમરની આસપાસની ચરબી કોઈ પણ વ્યક્તિની ઓવરઓલ બ્યૂટીને બગાડી શકે છે, આ સાથે જ મેદસ્વીપણાના કારણે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પેદા થઈ જાય છે. વજન ઘટાડવા માટે આપણે સ્ટ્રિક્ટ ડાયટ અને હેવી એક્સરસાઈઝનો સહારો લેવો પડે છે પરંતુ ઘણી વખત આપણે વિચાર્યા વિના અને કોઈ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા વિના જ વેટ લોસ પ્રોસેસને અંજામ આપવા લાગીએ છીએ.  

વજન ઘટાડવા દરમિયાન આ ભૂલો ન કરો

1. કાર્બોહાઇડ્રેટ ફૂડ્સને ખાવાનો ડર

આપણે કાર્બોહાઈડ્રેટને એક વિલન તરીકે જોઈએ છીએ અને વિચારીએ છીએ કે આ ન્યૂટ્રિએન્ટથી હટાવવાથી વજન ઝડપથી ઘટશે, દરમિયાન આપણે ઘરમાં બનાવેલા ભાત, ઈડલી, ઉપમા અને પૌઆ જેવી વસ્તુઓ ખાવાથી અંતર રાખવા લાગીએ છીએ. આ પ્રકારના પ્રયત્નોને તાત્કાલિક રોકી દેવા જોઈએ. જો તમે પોતાની ડાયટમાંથી કાર્બ્સને સંપૂર્ણપણે કાઢી દેશો તો આખો દિવસ કામ કરવા માટે તમને એનર્જી મળશે નહીં, જેનાથી થાક અને સુસ્તીનો અહેસાસ થશે.

2. બિંજ ઈટિંગ ડિસઓર્ડર

ઘણા લોકો પોતાની બોડી અને સુંદરતાને લઈને પોઝિટિવ વિચારતા નથી. તેઓ વજન ઘટાડવા માટે ખૂબ મોડા સુધી પોતાને ભૂખ્યા રાખે છે અને પછી એક પોઈન્ટ એવો આવે છે જ્યારે તેમને ખૂબ ભૂખ લાગે છે અને તેઓ ખૂબ વધુ ભોજન કરવા લાગે છે. આવુ કરવુ આરોગ્ય માટે યોગ્ય નથી. 

3. ડિસફંક્શનલ એક્સરસાઈઝ

એ વાતમાં કોઈ શંકા નથી કે વજન ઘટાડવા માટે આપણને એક્સરસાઈઝની ખૂબ જરૂર પડે છે પરંતુ સમજ્યા વિચાર્યા વિના વર્કઆઉટ કરવાથી કોઈ રિઝલ્ટ આવતુ નથી. એક્સરસાઈઝનો ફાયદો ત્યારે મળશે જ્યારે તમે હેલ્ધી ડાયટ અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેશો.

આ વાતોનું ધ્યાન રાખો

જો તમે વજન ઘટાડી રહ્યા છો તો સારા રિઝલ્ટ માટે ડાઈટિંગના બદલે ઘરમાં બનેલા હેલ્ધી ડાયટ પૂરતા પ્રમાણમાં ખાવ. એક્સરસાઈઝ એટલી કરો જેટલી આપણા શરીરને જરૂર છે. આ સાથે જ પોઝિટીવ માઈન્ડસેટ પણ જરૂરી છે.

Gujarat