આ પાંચ ખરાબ આદતોના કારણે અકાળે વૃધ્ધત્વ આવી જાય છે, જાણો કઈ છે આ આદતો

સીગરેટ, તમાકું ,દારૂ જેવા નશીલા પદાર્થની ટેવ તમારા શરીરમાં બીમારીને નોતરે છે

અનહેલ્દી ફૂડથી હંમેશા દુર રહો

Updated: Jan 22nd, 2023

Image Envato

તા. 22 જાન્યુઆરી 2023, રવિવાર

વધતી ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ થવી સ્વાભાવિક છે. પરંતુ અત્યારે નાની ઉંમરમા પણ ચેહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે જે એક મોટી સમસ્યા રુપ કહેવાય છે. આ પાંચ ખરાબ ટેવના કારણે તમે તમારી ઉંમર કરતાં પણ વધુ વૃધ્ધ દેખાવા લાગો છો. આ ટેવથી જો વ્યક્તિ દુર રહે તો વ્યક્તિની એજિગની સમસ્યા ઓછી થાય છે અને સાથે જ યંગ પણ દેખાય છે. શરીરને અનેક બીજી અનેક બીમારીથી બચાવી શકો છો.   

1. નશીલા પદાર્થનુ સેવન ટાળો

આજ કાલ યુવાઓમાં નશીલા દ્રવ્યો લેવાની ટેવ સામાન્ય બની ગઈ છે. જેમા સીગરેટ, તમાકું ,દારૂ જેવા નશીલા પદાર્થની ટેવ તમારા શરીરમાં બીમારીને આંમત્રણ આપે છે. નશીલા દ્રવ્યો શારીરિક અને માનસિક રીતે પણ તકલીફ આપે છે.

2. રહો સ્ટ્રેસ ફ્રી 

નાની એવી વાતમાં ચિંતા કરવાની આદત એ વ્યક્તિનાં ચેહેરા પર એજિગ રૂપે  દેખાય જાય છે. સ્ટ્રેસએ માનસિક બીમારીમાં વધારો કરે છે તેથી જ્યારે પણ કોઈ સમસ્યા આવે તો શાંતિથી ઉપાય શોધવો હિતાવહ છે.   

3.પુરતી ઊંધ લેવાનુ રાખો

જો પુરતી નીંદર  ન લેવામાં આવે તો વાળ ખરવા, વાળ સફેદ થવા અને ચહેરા પર કરચલી થવી આવી સમસ્યાનો સામનો કરવો પડે છે. પુરતી નિંદરની સાથે ક્વોલીટી સ્લીપ પણ જરૂરી બને છે. 

4. અનહેલ્દી ફૂડથી હંમેશા દુર રહો

ટેસ્ટી લગતા જંકફૂડ, એજિગ માટેનું  મુખ્ય કારણ છે. પ્રોસેસડ થયેલ ફૂડ શરીરમાં રહેલ કોષોને (cell)અસર કરે છે જે શરીરને એજિંગ તરફ લઈ જાય છે. બહારનું ખાવાનું લેવું એ એક આદત બની ગઈ છે. અનહેલ્દી ફૂડ શરીરમાં બીજી મોટી બીમારી પણ લાવે છે. 

5. વિટામીન 'C' ની કમી   

વીટામીન c માં રહેલ એન્ટીઓક્સીડન્ટ, ત્વચા પર આવેલ રીનકલ્સને ઘટાડે છે. જયારે વિટામીન 'C' ની કમી હોય ત્યારે વ્યક્તિ યંગ હોય ત્યારે પણ વૃદ્ધ દેખાય શકે છે.  ઘણા સ્કીનપ્રોડક્ટમાં વિટામીન C ઉમેરવામાં આવે છે. ગાજર, કેબીજ, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, આમળા, દાડમ જેના ફળોમાં પુરતી માત્રા વિટામીન cરહેલા હોય છે.

    Sports

    RECENT NEWS