મોંઘી ક્રિમ નહીં, વિટામિન્સ મટાડશે સ્ટ્રેચ માર્ક્સ
પ્રેગ્નન્સી પછી સ્ત્રીઓને સૌથી વધારે ચિંતા એમના સ્ટ્રેચમાર્ક્સની હોય છે. પ્રેગ્નન્સી વખતે વજન વધે છે અને પછી ઉતરી જવાથી ત્વચા પર સ્ટ્રેચ માર્ક્સ થાય છે. જેના લીધે ઘણીવાર ફેન્સી કપડાં પહેરવામાં પણ સંકોચ થાય છે.
આનાથી મુક્તિ મેળવવા માટે મોઘી ક્રિમથી લઇને જાતજાતના નુસખા અજમાવે છે. આજે અણે તમને જણાવીશું માર્ક્સને વિટામિનથી કેવી રીતે મટાડી શકાય.
વિટામિન ઈ -
વિટામિન ઈને બ્યૂટી વિટામિન્સ પણ કહે છે. આજસુધી તમે ગ્લોઈંગ સ્કીન માટે તેના ઉપયોગ વિશે સાંભળ્યું હશે. પરંતુ ડેમેજ સ્કિન સેલ્સને રિપેર કરીને સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં મદદ કરે છે. આને મટાડવા માટે વિટામિન ઈ યુક્ત બૉડી લોશન લગાવો. તમે રાતે વિટામિન ઈની કેપ્સૂલ લગાવી શકો છો. આ સિવાય એવાકોડા,બદામ, પાલક અને સરસિયાના બીજને ડાયેટમાં શામેલ કરો.
વિટામિન એ
ડાયેટમાં વિટામિન એ યુક્ત ખોરાક લો. જેમકે ગાજર, ફિશ, એપ્રિકોટ અને બેલપેપરમાં આ કૈરીટિનના રૂપમાં હોય છે. તે તમારી સ્કિનને રિપેર કરવામાં મદદ કરે છે.
વિટામિન સી -
સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો મેળવવા માટે વિટામિન સીને ડાયેટમાં શામેલ કરો. આ તમારી સ્કિનમાં કોલેજન પ્રોડક્શન વધારો કરવાની સાથે સ્કિનને નવી બનાવે છે. વિટામિન સી માટે લીંબુ, આમળા, નારંગી, દ્રાક્ષ અને સિમલા મરચાનું સેવન કરો.
વિટામિન કે -
વિચામિન કે પણ તમારા સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં મદદ કરશે. આ વિટામિન વિશે બહુ ઓછા લોકો જાણે છે. ડાયેટમાં વિટામિન કેવાળા સ્પ્રાઉટ્સ, કેબેજ અને સ્પ્રિંગ ઓનિયનને સ્થાન આપો. આનાથી સ્ટ્રેચ માર્ક્સને હળવા કરીને ડાર્ક સર્કલને દૂર કરે છે.