Get The App

અપચો, એસિડિટી, કબજિયાત અને બ્લોટિંગ પેટની સમસ્યા માટે અસરકારક છે આ ઉપાય

- જાણો, પેટ સંબંધિત સમસ્યાઓ માટેના ઘરેલૂ ઉપાય વિશે...

Updated: Aug 25th, 2020

GS TEAM


Google News
Google News
અપચો, એસિડિટી, કબજિયાત અને બ્લોટિંગ પેટની સમસ્યા માટે અસરકારક છે આ ઉપાય 1 - image

નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ 2020, મંગળવાર 

મોટાભાગની બીમારીઓ પેટની ગડબડીથી ફેલાતી હોય છે. આપણે જ કંઇ પણ ખાઇએ છીએ, તેની સીધી અસર પેટની સાથે સાથે આખા શરીર પર પડે છે. કબજિયાતની સમસ્યા થવા પર ધીમે ધીમે એસિડિટી અને બ્લોટિંગનો પણ સામનો કરવો પડી શકે છે. એવામાં અપચા માટે ઘરેલૂ ઉપાય અજમાવીને પેટને હેલ્ધી રાખી શકાય છે. કામના કારણે યોગ્ય સમયે ભોજન ન કરવું અને ભૂખ લાગવા પર કંઇ પણ ખાઇ લેવાથી પેટની બીમારીઓમાં વધારો થઇ શકે છે. પેટની સમસ્યાઓ માટે હેલ્ધી ફૂડ ખાવું જરૂરી છે. જો તમારું પેટ સાફ રહેશે તો બીમારીઓ થવાનું જોખમ પણ ઘટી જશે. હવે પ્રશ્ન થશે કે પેટની પરેશાનીઓથી બચવું કેવી રીતે. સૌથી પહેલા તે જાણવું જરૂરી છે કે પેટમાં કઇ બીમારીઓ થઇ શકે છે. 

આ અસર માથાના દુખાવાથી લઇને તાવ, ઉલટી, એસિડિટી અને ડાયેરિયા સુધીની પરેશાનીઓ જોવા મળે છે. પેટનો દુખાવો અને ઇન્ફેક્શન પણ તેની સાથે જોડાયેલી સમસ્યા છે, જેમાં વ્યક્તિ દુખાવાથી હેરાન થઇ જાય છે. એવામાં આ પેટની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય વિશે જાણો. 

1. દરરોજ ખાલી પેટ 2-3 લસણની કળીઓ પણ ખાવામાં આવે તો પણ પેટનું ઇન્ફેક્શનમાં રાહત મળે છે. તેમાં નેચરલ એન્ટી-બાયોટિક પ્રોપર્ટીઝ હોય છે જે પેટને હેલ્ધી રાખે છે અને ઇન્ફેક્શનથી બચાવ કરે છે. 

2. દરરોજ સવારે ખાલી પેટ 2 લવિંગ ચાવવું પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. લવિંગમાં એન્ટી-માઇક્રોબિયલ પ્રોપર્ટીઝ હોય છે જે ઇન્ફેક્શનને દૂર રાખે છે અને પાચન તંત્ર પણ સુધારે છે. 

3. હળદરને પણ પેટનું ઇન્ફેક્શનમાં અસરકારક માનવામાં આવે છે. તેના માટે એક ચમચી હળદરમાં 2 ચમચી મધ મિક્સ કરીને તેનું દરરોજ સેવન કરો. મધ અને હળદરનું મિશ્રણ બનાવીને તેને સ્ટોર કરીને પણ રાખી શકાય છે. એટલા માટે 2 ચમચી હળદરમાં 5-6 ચમચી મધ મિક્સ કરો અને ત્યારબાદ એક ડબ્બામાં રાખી મુકો. હવે દરરોજ રાત્રે અડધી-અડધી ચમચી ખાઓ. 

4. પેટ માટે કેળાથી ઉત્તમ કંઇ નથી. પેટને સંબંધિત કોઇ સમસ્યા હોય તો પણ કેળા ખૂબ જ ફાયદાકારક હોય છે. આ પેટના ઇન્ફેક્શનને પણ દૂર કરવામાં મદદ કરે છે. 

5. પેટમાં જો કોઇ પણ પ્રકારની સમસ્યા છે તો તેમાં આદુ પણ ફાયદો પહોંચાડે છે. તેના માટે એક ટુકડો આદુ લઇને વાટી લો અને તેમાં થોડુંક બ્લેક પેપર અને 1 ચપટી હીંગ મિક્સ કરી લો. સરખી રીતે મિક્સ કરી લો અને પછી ખાઓ. આ મિશ્રણ લીધા બાદ તરત જ 1 ગ્લાસ હુંફાળું પાણી પી લો. 

Tags :