શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાના આ રહ્યા લક્ષણો, તરત ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક
શરીરમાં જ્યારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો લોહીનો યોગ્ય રીતે પહોચતુ નથી
નખમાં ડાર્ક લાઈન બનવા લાગે છે. ક્યારેક ક્યારેક નખ ફાટવા લાગે છે. અને નખ પાતળા થઈ જાય છે
Image Envato |
તા. 26 એપ્રિલ 2023, બુધવાર
કોલેસ્ટ્રોલ ત્રણ પ્રકારના હોય છે. એચડીએલ એટલે કે સારુ કોલેસ્ટ્રોલ, એલડીએલ એટલે ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સ. આમા સારુ કોલેસ્ટ્રોલ આપણા મિત્રની જેવુ કામ કરે છે. પરંતુ ખરાહ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સ આપણા માટે ખૂબ જ ખતરનાક છે. આપણા શરીરમાં હાઈપંપિંગ મશીન કામ કરતુ હોય છે જે આખા શરીરને લોહી પુરુ પાડે છે. હાર્ટ શુદ્ધ લોહી શરીરની નસ-નસમાં પહોચાડે છે. અને નસ નસમાથી ગંદુ લોહીને ખેચી લે છે. અને ધમનિયોના માધ્યમથી લોહી હાર્ટ સુધી પહોચે છે. પરંતુ જ્યારે કોલેસ્ટ્રોલ ધમનિયોમાં જમા થઈ જાય છે ત્યારે વિવિધ મુશ્કેલીઓ શરુ થઈ જાય છે. અને તેના કારણે અનેક પ્રકારની બીમારીઓ પેદા થાય છે.
શરીરમાં જો કોલેસ્ટ્રોલ વધવા લાગે તો આ પ્રકારના લક્ષણો જોવા મળે છે
1. હાથની આંગળીઓમાં વિકાર આવે છે
શરીરમાં જ્યારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો લોહીનો યોગ્ય રીતે પહોચતુ નથી. જેના કારણે શરીરમાં અમુક હિસ્સામાં લોહી પુરતા પ્રમાણમાં પહોચતુ નથી. અને તેના પછી આંગળીઓમાં મુશ્કેલી વધી જાય છે.
2. નખ ખરાબ થવા લાગે છે
કોલેસ્ટ્રોલ વધી જવાને કારણે શરીરમાં લોહી પુરતા પ્રમાણમાં ન પહોચવાના કારણે શરીરના વિવિધ અંગોમાં તેની અસર જોવા મળતી હોય છે. અને તેના કારણે નખમાં ડાર્ક લાઈન બનવા લાગે છે. ક્યારેક ક્યારેક નખ ફાટવા લાગે છે. અને નખ પાતળા થઈ જાય છે.
3. હાથ -પગ સુના પડી જાય છે
કોલેસ્ટ્રોલ વધવાથી હાથ પગ સુના પડી જાય છે. અને નસોનો રંગ પણ બદલાઈ જાય છે. ક્યારેક હાથ પગમાં સોજો આવે છે, તો ક્યારેક સુના પડી જતા હોય છે. અને તેની સૌથી વધારે અસર હાથ-પગમાં જોવા મળે છે.
4. સ્કિનમાં ફોલ્લીઓ અથવા ગાંઠો થવા લાગે છે
એલડીએલ વધવાથી લોહીની નળીઓમાં ચિપચિપાહટ પદાર્થ જામવા લાગે છે. અને તેના કારણે સ્કિન પર રેશિઝ પડવા લાગે છે. આ ઉપરાંત ત્વચા પર ફોલ્લીઓ અથવા ગાંઠો થવા લાવે છે. અને તેના કારણે પછી તમારી આંખોની નીચે, પીઠમાં, પગમાં અને હથેળીમાં ગાંઠો દેખાય છે.
5. આંખોની આસપાસ કાળા કુંડાળા થવા લાગે છે
કોલેસ્ટ્રોલ વધવાથી આંખોની આસપાસ કાળા કુંડાળા થવા લાગે છે. અને આંખોની નીચે ક્યારેક સોજો પણ જોવા મળતો હોય છે.