Get The App

Water Chestnut Benefits: શિયાળાની સીઝનમાં શિંગોડા ખાવાના છે અઢળક ફાયદા

Updated: Oct 26th, 2023

GS TEAM


Google News
Google News
Water Chestnut Benefits: શિયાળાની સીઝનમાં શિંગોડા ખાવાના છે અઢળક ફાયદા 1 - image


                                                             Image Source: Twitter

અમદાવાદ, તા. 26 ઓક્ટોબર 2023 ગુરૂવાર

શિયાળાની સીઝનમાં માર્કેટમાં શિંગોડા ખૂબ જોવા મળે છે. ઘણી વખત લોકો આ ફળને વ્રત દરમિયાન ખાય છે. જોકે ભોજનમાં તેનો ઉપયોગ ઘણા પ્રકારે કરવામાં આવે છે. શિંગોડાનો હલવો કે તેને બાફીને પણ ખાવામાં આવે છે. આમાં કેલ્શિયમ પ્રોટીન જેવા પોષક તત્વ હોય છે. આ ફળ તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે.

દેશમાં ઠંડી ધીમે-ધીમે દસ્તક આપવા લાગી છે. આ ઋતુમાં જાતભાતના ફળ અને શાકભાજીઓ મળે છે. જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ હેલ્ધી ફળોમાં સામેલ છે શિંગોડા. વ્રત દરમિયાન લોકો આ ફળને ખૂબ ખાય છે. આ પાણીથી ભરપૂર હોય છે. જે શરીરને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. ઘણા લોકો આ ફળને બાફીને પણ ખાય છે. આ ફળમાં વિટામિન-સી, વિટામિન-એ, મેગ્નીજ જેવા ઘણા પોષક તત્વ હોય છે. જે શરીરને ઘણા પ્રકારે લાભ પહોંચાડે છે. 

વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો શિંગોડા તમારી મદદ કરી શકે છે. જેમાં કેલેરીનું પ્રમાણ ઓછુ હોય છે. આ ફળ ફાઈબર અને પાણીનો સમૃદ્ધ સ્ત્રોત છે. તેને ખાધા બાદ તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે. દરમિયાન આ વજન ઘટાડવામાં શાનદાર ઓપ્શન સાબિત થઈ શકે છે.

હાઈબીપીના દર્દીઓ માટે ફાયદાકારક

પોટેશિયમથી ભરપૂર શિંગોડા હાઈબીપીના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે. જે લોકોને હાઈબીપીની સમસ્યા છે, તેમણે પોતાની ડાયટમાં શિંગોડા જરૂર સામેલ કરવા જોઈએ. આ સિવાય આ હૃદયરોગના જોખમને પણ ઘટાડવામાં મદદ કરે છે, તેથી તમે શિયાળાની સીઝનમાં શિંગોડાનો આનંદ જરૂર લો, જેનાથી સ્ટ્રોક અને હાઈબીપીનું જોખમ ઓછુ થઈ શકે છે.

પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે

પાણીથી ભરપૂર આ ફળ પાચનતંત્રને પણ તંદુરસ્ત રાખે છે. શિંગોડામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જે પાચન માટે મદદરૂપ હોય છે. આ ફળને ખાવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી.

ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે

શિંગોડા એન્ટીઓક્સિડેન્ટનો સમૃદ્ધ સ્ત્રોત છે. જો તમે સ્વસ્થ રહેવા માગો છો તો પોતાની ડેઈલી ડાયટમાં આ ફળને જરૂર સામેલ કરો. આને ખાવાથી તમારી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. જેનાથી તમે ઘણા પ્રકારની ગંભીર બીમારીઓથી બચી શકો છો. આ ફળ જૂની બીમારીઓથી પણ બચાવે છે.

વાળને સ્વસ્થ રાખે છે

શિંગોડા ખાવાથી વાળને પણ મજબૂતી મળે છે. તેમાં પોટેશિયમ, ઝિંક, વિટામિન-બી, વિટામિન-ઈ જેવા તમામ પોષક તત્વ હોય છે. જે શરીરના ટોક્સિક પદાર્થોને બહાર કાઢે છે, જેનાથી સારા આરોગ્યની સાથે વાળના મૂળને પણ મજબૂતી મળે છે.

Tags :