Get The App

Coronavirus: ભારતમાં રિકવરી દર 10 ટકા અને અમેરિકામાં 5 ટકા

Updated: Apr 12th, 2020

GS TEAM

Google News
Google News
Coronavirus: ભારતમાં રિકવરી દર 10 ટકા અને અમેરિકામાં 5 ટકા 1 - image

નવી દિલ્હી, તા. 12 એપ્રિલ 2020 રવિવાર

ભારતમાં કોરોના વાઈરસના પરીક્ષણની શરૂઆતથી જ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે અહીં કોરોના ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યુ છે. જો કે, કડક લોકડાઉન થવાને કારણે પરિસ્થિતિ વધુ બગડી નથી. આપણે હાલની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો ભારતની સ્થિતિ અન્ય દેશો કરતા ઘણી સારી છે. ભારતમાં 30 જાન્યુઆરીએ કેરાલામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. 

કોરોનાના પ્રથમ ત્રણ કેસ ત્યાં નોંધાયા હતા. ભારતમાં પ્રથમ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયું ત્યાં સુધીમાં વિશ્વના અન્ય શહેરોમાં કોરોના વાઈરસે તેની તેજ ગતિથી કેટલાયને સંક્રમિત કરી દીધા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 1035 નવા કેસ નોંધાયા છે અને આ ખતરનાક વાયરસને કારણે એક જ દિવસમાં 40 લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં આ એક દિવસમાં સૌથી વધુ સંક્રમણ છે. પરંતુ એ પણ રાહતની વાત છે કે અમેરિકા જેવા દેશની સરખામણીએ ભારતમાં કોરોનાથી સાજા થવાની સંખ્યા વધુ છે.

ભારતમાં રિકવરી દર 10 ટકા અને અમેરિકામાં 5 ટકા

વર્લ્ડમીટર્સના જણાવ્યા મુજબ, ભારતમાં 10 એપ્રિલ સુધી કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 7,600 હતી (આરોગ્ય મંત્રાલય અનુસાર 6,412) જેમાં 774 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે 249 લોકોનાં મોત નીપજ્યાં છે. અન્યની હાલમાં સારવાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં દેશની હોસ્પિટલમાં રિકવરી થનારાઓ એટલે કે કોરોનાને હરાવી સાજા થનારાની ટકાવારી 10.1 ટકા એટલે કે દર 100 કોરોના સંક્રમિત લોકોમાંથી 10 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પાછા ફરીરહ્યા છે.  કેટલાક લોકો મરી રહ્યા છે અને અન્ય લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

ભારતમાં અમેરિકા કરતાં વધારે લોકો હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા

અમેરિકા વિશે વાત કરીએ તો, 10 એપ્રિલ સુધીમાં, યુ.એસ. માં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 502,876 હતી, જેમાંથી 27,314 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને 18,747 લોકો મૃત્યુ પામ્યા હતા. એટલે યુ.એસ.માં સરેરાશ દર્દીઓની રિકવરીનો દર 5.4 ટકા છે, જે ભારત કરતા પાંચ ટકા ઓછો છે, એટલે કે અમેરિકાના 100 લોકોમાંથી પાંચ લોકો સ્વસ્થ થઈ રહ્યા છે. જ્યારે ભારતમાં 10 ટકા છે. 

આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, ભારતમાં 10 એપ્રિલના રોજ સાંજે 6.30 વાગ્યા સુધીમાં, 6,412 લોકો સંક્રમિત થયા અને કુલ 199 મૃત્યુ થયા હતા. જે મુજબ ભારતમાં કોરોના સંક્રમિતોથી હાલમાં મૃત્યુદર 0.0003 ટકા છે, જ્યારે યુ.એસ.માં તે 3.7 ટકા છે. યુ.એસ.માં દર 100 દર્દીઓમાંથી, ત્રણ લોકો મૃત્યુ પામી રહ્યા છે. ઇટાલીમાં મૃત્યુ દર 12 ટકાથી વધુ છે. 10 મી એપ્રિલ સુધીમાં ઇટાલીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 147,577 હતી, જેમાં 18,849 લોકો મૃત્યુ પામ્યા છે.

Tags :