Get The App

ભારતના આ રાજયમાં સૌથી વધુ શાકાહારીઓ, જાણો, કયા પ્રદેશમાં સૌથી વધુ ખવાય છે માંસ ? નામ જાણીને ચોંકી જશો

મોટા ભાગના ભારતીયોનું ડાયટ બેલેન્સ નથી, લીલા શાકભાજીથી રહે છે દૂર

2019 થી 21 સુધીના ડેટા મુજબ ભારતમાં નોનવેજ વધતું જાય છે

Updated: May 25th, 2022

GS TEAM


Google News
Google News
ભારતના આ રાજયમાં સૌથી વધુ શાકાહારીઓ, જાણો, કયા પ્રદેશમાં સૌથી વધુ ખવાય છે માંસ ? નામ જાણીને ચોંકી જશો 1 - image


નવી દિલ્હી,25 મે,2022,બુધવાર 

નેશનલ ફેમિલી હેલ્થ (એનએફએચ) સર્વેના એક રિપોર્ટ અનુસાર દેશમાં માંસાહારીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે.  2015-16 થી 2021 સુધીના ડેટા અનુસાર હિંદુ, મુસ્લિમથી માંડીને તમામ ધર્મમાં નોનવેજ ખાનારાની સંખ્યા વધી છે. એનએફએચના આંકડા અનુસાર 15 થી 49 વય જુથના 78.4 ટકા પુરુષો અને 70 ટકા મહિલાઓ કહયું હતું કે તે રોજ, અઠવાડિયે અથવા તો પ્રસંગોપાત માંસ ખાય છે. 2019 થી 21 સુધીના ડેટા મુજબ નોનવેજનું પ્રમાણ વધતું જાય છે. 

નેશનલ ફેમિલી હેલ્થના ચોથા અને પાંચમા સર્વે મુજબ જેને કયારેય માંસને હાથ પણ ના લગાડયો હોય તેવા લોકોની સંખ્યા ઘટતી જાય છે. આંકડા અનુસાર સૌથી વધુ માંસાહારી નાગરિકો કેન્દ્રશાસિત લક્ષદ્રીપ ટાપુના લોકો છે. લક્ષદ્રીપમાં 98.4 ટકા લોકો માંસ ખાય છે. માંસાહારીઓ રાજયની યાદીમાં સૌથી ઓછો માંસાહાર ધરાવતા રાજયોમં રાજસ્થાનનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં 14.1 ટકા જેટલા પુરુષો જ માંસાહારી છે. એમાં પણ રોજ માંસાહાર કરતા હોય તેવાની સંખ્યા ઓછી છે. 

ભારતના આ રાજયમાં સૌથી વધુ શાકાહારીઓ, જાણો, કયા પ્રદેશમાં સૌથી વધુ ખવાય છે માંસ ? નામ જાણીને ચોંકી જશો 2 - image

માત્ર 2.3 ટકા પુરુષોએ જ રોજ, ચિકન કે માંસ ખાતા હોવાનું જણાવ્યું હતું જયારે મહિલાઓમાં આનું પ્રમાણ 1.4 ટકા જેટલું હતું. 6.9 ટકા પુરુષોએ આહાર તરીકે રોજ માંછલી ખાતા હોવાનું કબૂલ્યું હતું આનું મહિલાઓમાં પ્રમાણ 5.1 ટકા જેટલું હતું.

નેશનસ સેમ્પલ સર્વે મુજબ માંસાહાર કરતા ભારતીયોમાં માછલી સૌથી લોકપ્રિય નોનવેજ ખોરાક છે ત્યાર પછી ચિકન, મટન અને બીફ પસંદ કરે છે. માંસાહાર ઉપરાંત સર્વેમાં બીજી એક વાત એ પણ ધ્યાનમાં આવી છે કે મોટા ભાગના ભારતીયોનું ડાયટ બેલેન્સ નથી. લીલા શાકભાજી ખાનારાની પણ સંખ્યા ઓછી છે.

સર્વેમાં 28 રાજય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશના  707 જિલ્લાના 6.37 લાખ પરિવારનો સમાવેશ 

એનએફએચએસ 5 ના સેમ્પલ સર્વેમાં 28 રાજયો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના 707 જિલ્લાઓમાં 6.37 લાખ પરિવારોનો સમાવેશ થાય છે. જેમાં 724115 મહિલાઓ અને 101839 પુરુષોએ પ્રશ્નાવલી સ્વરુપે પુછવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા હતા. ખોરાક વપરાશ માટેની માહિતી જાણવા માટે પુખ્ત પુરુષો અને સ્ત્રીઓ માટે લાયક વય જૂથ તરીકે 15 થી 49 વર્ષનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

Tags :