ચિયા સીડ્સ સતત બે અઠવાડિયા સુધી ખાઓ, શરીરમાં અનુભવાશે ચમત્કારિક ફાયદા
Chia seed benefits: આજ કાલ ચિયા સીડ્સ ખાવાનો ક્રેઝ લોકોમાં ખૂબ વધી રહ્યો છે. લોકો તેને માત્ર વજન ઓછુ કરવા નથી ખાઈ રહ્યા બસ ઘણાં લોકો હેલ્થ બેનિફિટ્સ હોવાથી તેને ખાવામાં ઉપયોગ કરી રહ્યા છે. હેલ્ધી આહાર વિશે અનેક વિદ્વાનો પોતાનો મત રજૂ કરી ચૂક્યા છે.
સ્વાસ્થ્યને અઢળક ફાયદા
તેમનું માનવું છે કે રોજ એક ચમચી પોષક તત્ત્વોથી ભરપૂર ચિયા સીડ્સ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે. તેમણે જણાવ્યું કે ચિયા સીડ્સ શરીરમાં ઘણાં ફેરફાર લાવી શકે છે. તે વજનથી 12 ગણું વધુ પાણી શોષી શકે છે, જેનાથી શરીરને હાઇડ્રેટેડ રહેવામાં મદદ મળે છે.ચિયા સીડ્સમાં ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય છે,જે પાચનક્રિયાને મજબૂત બનાવે છે. ફાઈબરનું પ્રમાણ વધારે હોવાના કારણે ચિયા સીડ્સ ખાવાથી ભૂખ પણ ઓછી લાગે છે, જેથી તેને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. ચિયા સીડ્સમાં એન્ટીઑકિસડેન્ટનું પ્રમાણ પણ વધારે હોય છે. જે ચહેરાની ચમક વધારવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : કમ્પ્યુટર સામે બેસી રહેવાથી કમર કે પીઠ દર્દની સમસ્યાથી પીડાતા હોવ, તો કરો આ યોગાસન
બીમારીથી મળશે રાહત
ચિયા સીડ્સ તમારે દિવસમાં એક ચમચી ખાવા જોઇએ. આ માટે તમે રાત્રે એક ચમચી ચિયા સીડ્સ લઇને પાણીમાં પલાળો અને પછી આ પાણી સવારમાં પી લો. આમ કરવાથી અનેક બીમારીઓમાંથી તમને રાહત મળશે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
ચિયા સીડ્સનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તે શુગરને કંટ્રોલમાં રાખે છે. દિવસમાં એકવાર દૂધ સાથે પલાળેલાને લઇ શકાય.