વિશ્વમાં આ દેશના ઇન્ડિજીનિયસ લોકોમાં હ્વદયની બીમારી સૌથી ઓછી
લોકો કોઇ પણ પ્રકારનો નશો કે ધુ્મપાન કરતા નથી
સતત એક્ટિવ રહેતા હોવાથી હ્વદય અને ધમનીને કસરત મળે છે
હ્વદય સંબંધી બીમારીઓનું પ્રમાણ વિશ્વમાં વધતું જાય છે ત્યારે બોલિવિયા દેશના ઇન્ડિજિન્યસ સિમેન લોકોમાં ધમની અને હ્વદયરોગની બીમારી વિશ્વમાં સૌથી ઓછી જોવા મળે છે. એ રીતે જોઇએ તો તેઓ સૌથી વધુ મજબૂત હ્વદય ધરાવે છે. આ તાસ્માને લોકોમાં હ્વદય રોગનું પ્રમાણ અમેરિકાના નાગરીકો કરતા પાંચ ગણું ઓછું છે.
તાસ્માને લોકોની લાઇફ સ્ટાઇલ એવી રીતે ગોઠવાયેલી છે જેમાં પુરુષો સરેરાશ ૭ થી ૮ કલાક જયારે મહિલાઓ સરેરાશ ૫ થી ૬ કલાક નિયમિત શ્રમ કરે છે. એક માહિતી મુજબ નોકરી કે વ્યવસાય કરતા સરેરાશ માણસ કરતા ૫૪ ટકા વધારે સક્રિય રહે છે.તેઓ પોતાની દિનચર્યામાં માત્ર ૧૦ ટકા જેટલો જ સમય જ વેડફે છે.તેઓ હંટિંગ,ગેધરિંગ,ફિશિંગ અને ફાર્મિગમાં સતત વ્યસત રહે છે.આ ઉપરાત તેઓ ખૂબજ ઓછા ફેટવાળો,નોન પ્રોસેસ ફાઇબર ખોરાક,કાર્બો હાઇડ્ેટસ અને થોડાક પ્રમાણમાં માછલી લે છે.તાસ્માને લોકો કોઇ પણ પ્રકારના વ્યસન કે ધુ્રમપાન ધરાવતા નથી.તેઓ શારીરિક રીતે સતત એક્ટિવ રહેતા હોવાથી હ્વદય અને ધમનીને સતત કસરત મળતી રહે છે.
આ અંગે પ્રથમ સંશોધન યુનિર્વસિટી ઓર ન્યૂ મેકિસકોના પ્રોફેસર હિલાર્ડ કપ્લાને કર્યુ હતું, આ સંશોધન મુજબ સિમેન લોકોનો ૭૨ ટકા ખોરાક કાર્બોહાઇડ્રેટસ તથા રેસાઓથી ભરપૂર હોય છે.તેઓ ખોરાકમાં રાઇસ, કોર્ન,મગફળી અને ફ્રુટસ લે છે. આ લોકોના ડાયેટમાં ફેટનું પ્રમાણ માત્ર ૧૪ ટકા જેટલું હોય છે. તે પ્રાણીઓન માંસમાંથી જરુરી એવું ૧૪ ટકા જેટલું પ્રોટિન મેળવી લે છે. તેમના શરીરમાં દરરોજ માત્ર ૩૦ ગ્રામ ફેટ ખોરાકમાંથી આવે છે જે તેમની લાઇફ સ્ટાઇલના કારણે પચી જાય છે. સંશોધકોએ ૨૦૧૪-૨૦૧૫માં આ સ્ટડી માટે આ ઇન્ડીજિનિયસ પ્રજાના ૮૫ કરતા પણ વધુ ગામોની મુલાકાત લીધી હતી.નવાઇની વાત તો એ છે કે ૭૫ વર્ષની ઉંમર ધરાવતાને પણ હ્વદય રોગનું જોખમ ૨૫ ટકા કરતા વધારે ન હતું.