Get The App

સવારમા ઉઠતાવેત મોબાઇલ ચેક કરવાની આદત માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક

Updated: Jan 24th, 2020

GS TEAM

Google News
Google News
સવારમા ઉઠતાવેત મોબાઇલ ચેક કરવાની આદત માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક 1 - image


બ્રિટન,તા.24 જાન્યુઆરી 2020 શુક્રવાર

વર્તમાન સમયમા મોબાઇલ લોકોની જિદગીનુ અભિન્ન અગ બની ગયુ છે. લોકો સતત મોબાઇ એડિક્ટ બની રહ્યા છે. અત્યાર સુધી તમે વાચ્યુ હશે કે સુતા પહેલા મોડી રાત સુધી મોબાઇલનો વપરાશ કરવાથી સ્વાસ્થ્યને ઘણુ નુકસાન થાય છે. ત્યારે મોટેભાગે લોકો સવારમા ઉઠતાની સાથે જ પહેલા તેમનો મોબાઇલ ચેક કરે છે.

આ આદત પણ નુકસાનકારક છે. બ્રિટનમા 2000 લોકો પર થયેલા એક સર્વે અનુસાર સવારમા ઉઠતાવેત મોબાઇલ ચેક કરવાથી દિવસની શરૂઆત જ સ્ટ્રેસ સાથે થાય છે. સશોધકો પ્રમાણે સવારમા ઉઠતાની સાથે જ મોબાઇલમા નોટિફિકેશન, મેઇલ કે પછી સોશિયલ મિડીયા જોવાથી મગજમા તેના વિચારો શરૂ થઇ જાય છે.

સવારના સમયમા મગજને પોઝિટીવિટીની જરૂર હોય છે, જેથી આખો દિવસ સારો રહે. ત્યારે આવા વિચારોના કારણે મગજમા નેગિટિવિટી આવે છે અને અન્ય બિનજરૂરી વિચારોથી મગજ ભરાઇ જાય છે. જેની અસર આખા દિવસ દરમિયાન રહે છે, અને કામ પર પણ તેનો પ્રભાવ પડે છે.

સવારથી જ મગજ આવા બિનજરૂરી વિચારોથી ભરાઇ જાય તો ક્રિએટીવ વિચારો માટેનો અવકાશ રહેતો નથી. મોટેભાગે સવારના સમયે જ ક્રિએટિવ વિચારો વધારે આવતા હોય છે.

Tags :