Get The App

Curry Leaves : જાણો, સવાર-સવારમાં મીઠા લીમડાનો જ્યુસ પીવાથી થતાં ફાયદાઓ વિશે..

Updated: Feb 8th, 2021

GS TEAM


Google News
Google News
Curry Leaves : જાણો, સવાર-સવારમાં મીઠા લીમડાનો જ્યુસ પીવાથી થતાં ફાયદાઓ વિશે.. 1 - image

નવી દિલ્હી, તા. 08 ફેબ્રુઆરી 2021, સોમવાર 

મોટાભાગના લોકો ઘરમાં મીઠા લીમડાનો ઉપયોગ વાનગીની ખુશ્બૂ અને સ્વાદ વધારવા માટે કરે છે. ખાસ કરીને દક્ષિણ ભારતીય વાનગીઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કદાચ તમે જાણતા નથી કે મીઠા લીમડામાં કેટલાય ઔષધીય ગુણ પણ મળી આવે છે. તેના પાંદડાંનો જ્યુસ પીવાના શરીરને કેટલાય પ્રકારના ફાયદા થાય છે. 

હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે મીઠા લીમડાના જ્યુસનું સેવન બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તેનાથી બ્લડમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત કરી શકાય છે, જેનાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થઇ જાય છે. 

ઈન્સ્યુલિનના પ્રમાણને સુધારે છે

મીઠો લીમડો શરીરમાં ઈન્સ્યુલિનના પ્રમાણને સુધારે છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ડાયાબિટીસના દર્દીઓમાં પ્રાકૃતિક રીતે ઈન્સ્યુલિનનું ઉત્પાદન ઓછુ થાય છે. એટલા માટે તેમને મીઠો લીમડો ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે મીઠા લીમડાનાં સેવનથી તમારી ઈન્સ્યુલિન એક્ટિવિટી પણ પ્રાકૃતિક રીતે સારી થઇ જશે. તેનાથી તમારા શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ કંટ્રોલમાં રહેશે. 

સ્વાસ્થ્ય નિષ્ણાંતનું શું કહેવું છે

સ્વાસ્થ્ય નિષ્ણાંત એન્ટી-ડાયાબિટીક ફૂડ માને છે. તેના અનુસાર આ પાંદડાંને એન્ટી-હાઇપરગ્લાઇસેમિક ગુણોના કારણે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત તેમાં ફાઇબર્સ પણ મળી આવે છે જેનાથી જલ્દી ભૂખ લાગતી નથી. 

મીઠા લીમડામાં શું મળી આવે છે

મીઠા લીમડામાં ફૉસ્ફરસ, મેગ્નેશિયમ અને કૉપર જેવા પોષક તત્ત્વ મળી આવે છે. આ તમામ પોષક તત્ત્વ ડાયાબિટીસની અસરને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. મીઠા લીમડાનું સેવન કરીને તમે વજન પણ ઓછુ કરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓ માટે પોતાના વજને કંટ્રોલમાં રાખવાનું ખૂબ જ જરૂરી હોય છે. એવામાં મીઠા લીમડાના સેવનથી તમે સરળતાથી પોતાનું વજન ઘટાડી શકો છો. 

- મીઠા લીમડાનો જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા મીઠા લીમડાના 10 થી 12 મીઠા લીમડાના પાંદડા લો. 

- ત્યારબાદ તેને સારી રીતે પાણીથી સાફ કરી લો. 

- ત્યારબાદ બધા પાંદડાંને મિક્સરમાં નાંખીને ક્રશ કરી લો. 

- ત્યારબાદ તેને ગાળીને તમે આ જ્યુસ પી શકો છો. 

Tags :