For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઘર બેઠા ડૉક્ટર સાથે કરી વાત કરી બીમારીનો ઈલાજ કરો, કરોડો લોકો લઈ ચુક્યા છે લાભ

ઈ-સંજીવની ઓપીડીના માધ્યમથી દર્દીઓ ઓનલાઈન ડૉક્ટરનો સંપર્ક કરી રહ્યા છે.

ઈ- સંજીવની અને ઈ- સંજીવની ઓપીડીની એક ટેલીમેડીસિન સેવા છે

Updated: Feb 27th, 2023

Article Content Image
Image Twitter

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી 2023, સોમવાર

કેન્દ્ર સરકાર દ્વારા 2019 માં ઓનલાઈન ટેલીમેડીસીન સર્વિસ શરુ કરવામાં આવી હતી. ઈ- સંજીવની યોજનાનો લાભ અત્યાર સુધી 10 કરોડ લોકો લાભ લઈ ચુક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના 'મન કી બાત' ના કાર્યક્રમમાં ઈ- સંજીવની યોજનાને લાઈફ સેવિંગ સર્વિસ તરીકે મુલતવી હતી. વડાપ્રધાન મોદીએ ઈ- સંજીવની વિશે વાત કરતાં જણાવ્યુ હતું કે, આ એપ દેશના સામાન્ય લોકો, મધ્યમ વર્ગ અને પહાડી વિસ્તારમાં રહેતા લોકોને ખૂબ જ ઉપયોગી રહી છે. ઈ- સંજીવની પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરી દેશનો કોઈપણ નાગરિક ઓનલાઈન ડોક્ટર સાથે વાત કરી પોતાની બીમારીનો ઈલાજ કરી શકે છે. 

ઈ- સંજીવની અને ઈ- સંજીવની ઓપીડીની એ એક ઈ-ટેલીમેડીસીન સેવા છે

ઈ- સંજીવની મુજબ ટેલીકન્સલ્ટેશન સેવાઓના બે વિભાગ છે. ઈ- સંજીવની અને ઈ- સંજીવની ઓપીડીની આ બન્ને એક ટેલીમેડીસીન સેવા છે. જેનાથી આયુષ્યમાન ભારત સ્વાસ્થય પહેલા ડૉક્ટરથી ડૉક્ટર વચ્ચે વાતચિત કરવા માટે કરવામાં આવતો હતો. તેનો ઉદ્દેશ્ય આયુષ્યમાન ભારત દ્વારા સ્થાપિત દરેક 1.5 લાખ સ્વાસ્થય અને કલ્યાણ કેન્દ્ર સાથે જોડવાના છે. 

ઈ- સંજીવનીનો ઘરે બેઠા કેવી રીતે લાભ લઈ શકાય

ઈ- સંજીવની ઓપીડીનો ફાયદો દેશનો દરેક નાગરિક ઉઠાવી શકે છે. આ યોજના એપ્રિલ 2020માં કોવીડ મહામારી દરમ્યાન લોન્ચ કરવામાં આવી હતી. અહી ડૉક્ટર દ્વારા દર્દીઓને ટેલીકન્સલ્ટેશન સેવા મફતમાં આપવામાં આવે છે. જે કોઈ લોકો આ સેવાનો લાભ ઉઠાવવા માંગતા હોય તેઓએ eSanjeevani OPD પોર્ટલ અથવા એપમાં રજીસ્ટ્રેશન કરવું પડશે. જેનો લાભ ઘરે બેઠા કોઈ પણ નાગરિક લઈ શકશે.  

Gujarat