ઉનાળામાં તડકામાં ઘરની બહાર નીકળ્યા પહેલા આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન નહીંતર પડશો બીમાર

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
ઉનાળામાં તડકામાં ઘરની બહાર નીકળ્યા પહેલા આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન નહીંતર પડશો બીમાર 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 26 માર્ચ 2024 મંગળવાર

ઉનાળામાં લોકોને પોતાની સ્કિન તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર પડે છે કેમ કે ગરમી, ભેજ અને તડકો સ્કિનને ડેમેજ કરે છે. ગરમીના દિવસોમાં પરસેવો, ફોડલીઓ, સનબર્ન જેવી સમસ્યા લોકોને વેઠવી પડે છે. ગરમીઓમાં ત્વચા પર નાના-નાના દાણા નીકળે છે, જેને આપણે અળાઈ કહીએ છીએ. અળાઈ નીકળવાથી શરીરમાં દરેક સમયે ખંજવાળનો અહેસાસ થાય છે. આ શરીર પર દાણા કે નાની-નાની લાલ ફોડલીઓના રૂપમાં ઉભરે છે. આ છાતી, અંડરઆર્મ્સ, હાથ-પગ પર વધુ નીકળે છે. ગરમીની સીઝનમાં શરીરના આંતરિક ભાગની સ્વચ્છતાનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કેમ કે પરસેવો આવવાથી બેક્ટેરિયા વધુ થાય છે.

ઘરેથી નીકળ્યા પહેલા કરો આ ઉપાય

ઉનાળામાં તડકો તથા યુવી રેડિએશનના કારણે ત્વચામાં ભેજ ઓછો થઈ જાય છે. જેના કારણે ત્વચા સૂકી થઈ જાય છે અને ત્વચાનો રંગ સામાન્યથી વધુ ઘાટો અથવા કાળો થઈ જાય છે. આ સમયે સૂર્યના કિરણોથી ત્વચાના બચાવ માટે સનસ્ક્રીન ક્રીમ લગાવવી ખૂબ અસરકારક માનવામાં આવે છે. આ સિવાય સંપૂર્ણ સ્કિનને કપડાથી ઢાંકીને જ બપોરે બહાર નીકળવુ જોઈએ.

ડોક્ટરે આપી ટિપ્સ

1. ખાણી-પીણીનું ધ્યાન રાખો

2. સનસ્ક્રીનનો ઉપયોગ કરો

3. ગુલાબ અને ખીરાનો રસ

4. નારિયેળનું તેલ


Google NewsGoogle News