Get The App

ગર્ભાવસ્થાના 2 માસ પહેલાથી ફોલિક એસિડ, વિટામિન્સ યુક્ત ડાયટ લેવાનું કરો શરૂ

Updated: Nov 19th, 2019

GS TEAM

Google News
Google News
ગર્ભાવસ્થાના 2 માસ પહેલાથી ફોલિક એસિડ, વિટામિન્સ યુક્ત ડાયટ લેવાનું કરો શરૂ 1 - image

નવી દિલ્હી, 19 નવેમ્બર 2019, મંગળવાર

ગર્ભવસ્થા રહે તેના બે માસ પહેલાથી સંતુલિત ખાનપાન લેવું જોઈએ. ફોલિક એસિડ અને મલ્ટી વિટામિનથી ભરપૂર ડાયટ લેવી જરૂરી હોય છે કારણ કે ગર્ભમાં બાળકને જે પોષણ મળે છે તે માતા વડે જ પ્રાપ્ત થાય છે.

તેનાથી શિશુની ન્યૂરલ ટ્યૂબ, બેરન અને સ્પાઈનલ કોડનો વિકાસ સારી રીતે થાય છે. આ ઉપરાંત બાળક અનેક સમસ્યાઓથી બચી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતીએ ડોક્ટરોની સલાહ વિના કોઈ દવા લેવી જોઈએ નહીં. આ ઉપરાંત સોફ્ટડ્રિંક, ફાસ્ટ ફૂડ પણ લેવું નહીં. 

સંતુલિત આહાર જરૂરી

ગર્ભવતીઓને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફૈટ, મિનરલ્સ, વિટામિન્સ અને સાબુત અનાજ યુક્ત આહાર લેવો જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન પર્યાપ્ત પ્રોટીન લેવું જરુરી છે. પનીર, સોયાબીન, ડેરી પ્રોડક્ટ અને ઈંડા ખાવાથી આ તત્વો મળી રહે છે. તેમણે દિવસ દરમિયાન ફેટયુક્ત આહાર પણ લેવો જોઈએ. 

નિયમિત ફળનું સેવન કરવું

શાકભાજીનું સેવન કરવાથી મિનરલ અને વિટામિન મળી રહે છે પરંતુ તેની સાથે ફળનું સેવન કરવું પણ જરૂરી છે. નિયમિત રીતે બે સિઝનલ ફળનું સેવન અચૂક કરવું. આ ઉપરાંત ડ્રાય ફ્રૂટ જરૂરથી ખાવા.

3 માસ સુધી કલાકોના અંતરે ભોજન કરવું

ગર્ભાવસ્થાના 2 માસ પહેલાથી ફોલિક એસિડ, વિટામિન્સ યુક્ત ડાયટ લેવાનું કરો શરૂ 2 - imageગર્ભાવસ્થાના શરૂઆતના ત્રણ માસમાં મહિલાઓને વધારે સમસ્યા થાય છે. હોર્મોન બદલાય છે જેના કારણે ખોરાક લેવામાં સમસ્યા થાય છે. જ્યારે ભુખ હોય, ઈચ્છા થાય ત્યારે થોડું થોડું ખાતા રહેવું. દર ત્રણ કલાકે કોઈ વસ્તુનું સેવન કરવું. 

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

ભ્રમથી દૂર રહો

કહેવાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન બે જીવ માટે જરૂરી ખોરાક લેવો જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખી સ્ત્રીને અનેક વસ્તુઓ ખવડાવવામાં આવે છે. પરંતુ આમ કરવું નહીં ગર્ભાવસ્થા દરમિયાન એક સાથે 500થી 600 કેલેરીથી વધારે એક સાથે શરીરમાં જાય તો ઠીક છે પરંતુ તેનાથી વધારે ખોરાક લેવો નહીં. 

સ્તનપાનથી વજન ઘટાડવામાં મદદ

ગર્ભાવસ્થા દરમિયાન યોગ, એંટીનેંટલ કસરત કરવી. આ ઉપરાંત સવારે અને સાંજ વોક કરો. પ્રસવ બાદ નિયમિત રીતે બાળકને 6 માસ સુધી સ્તનપાન કરાવવું. તેનાથી 500 કેલેરી ખર્ચ થાય છે અને તે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત રોજ 8થી 10 કલાકની ઊંઘ કરો.

બાળકને સ્વાદની કરાવો ઓળખ

6 માસ બાદ બાળકને માતાના દૂધ સાથે અન્ય વસ્તુઓ પણ આપો. બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ડેરી પ્રોડક્ટ, ચોખા, દાળનું પાણી, દૂધ કેળું, સિઝનલ ફ્રૂટ ખવડાવવા. અલગ અલગ ટેસ્ટની વસ્તુઓ ખવડાવવાથી બાળકને સ્વાદિષ્ટ ભોજન લેવાની ટેવ પડશે.

Tags :