Image Source: Freepik
અમદાવાદ, તા. 30 જાન્યુઆરી 2024 મંગળવાર
સૂર્યમુખીના ફૂલ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે પરંતુ શું તમે જાણો છો કે આના બીજ તમારા આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. તેના બીજમાં એવા ગુણ હોય છે જે તમને ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકે છે. સૂર્યમુખીની બીજ પોતાના પોષણ સંબંધી ગુણોના કારણે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેના બીજમાં હેલ્ધી ફેટ, એસિડ, વિટામિન અને મિનરલ હોય છે. જે આપણા શરીર માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે.
પોષક તત્વોથી ભરપૂર છે સૂર્યમુખીના બીજ
સૂર્યમુખીના બીજ પોષક તત્વોનું પાવરહાઉસ છે. જેમાં પ્રોટીન, હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સાથે જ આમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ જેમ કે વિટામિન ઈ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને કોપર પણ હોય છે. આ પોષક તત્વ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાથી લઈને હૃદયના આરોગ્યને સારુ રાખે છે તેમજ સંપૂર્ણ આરોગ્ય સારુ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
આ બીમારીઓમાં છે અસરદાર
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે
સૂર્યમુખીના બીજમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ જેવા હેલ્ધી ફેટ હોય છે. આ હેલ્ધી ફેટ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ કારગર છે જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓનું રિસ્ક ઘણુ ઘટી જાય છે. આ સિવાય સૂર્યમુખીના બીજ વિટામિન ઈ થી ભરપૂર હોય છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. જેના કારણે ધમનીઓમાં પ્લાક બનવાનું જોખમ ઘટી જાય છે અને તમારુ હૃદય સ્વસ્થ રહે છે.
એનર્જી બૂસ્ટ કરે છે
સૂર્યમુખીના બીજમાં હેલ્ધી ફેટ્સ અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધુ હોય છે જેના કારણે આ બીજ એનર્જીનો એક શ્રેષ્ઠ સોર્સ છે. જેના બીજમાં સારા પ્રમાણમાં આયર્ન પણ હોય છે. જે સમગ્ર શરીરમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે અને થાકથી બચાવે છે. પોતાના ભોજનમાં સૂર્યમુખીના બીજ સામેલ કરવાથી તમને આખો દિવસ એનર્જી મળતી રહે છે.
હાડકાઓ મજબૂત બને છે
સૂર્યમુખીના બીજમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જેના કારણે તમારા કમજોર હાડકાઓ મજબૂત થાય છે. આ મિનરલ શરીરમાં કેલ્શિયમના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે હાડકાઓના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. આ કેલ્શિયમને શોષી લે છે જેના કારણે ઓસ્ટિયોપોરોસિસની શક્યતા ઓછી થઈ જાય છે અને હાડકાઓ મજબૂત બને છે.
આ ખાદ્યચીજો સાથે કરો સેવન
સૂર્યમુખીના બીજને તમે શેકીને ખાઈ શકો છો, આ ખૂબ હેલ્ધી માનવામાં આવે છે. આ સિવાય તેને તમે મિક્સ વેજિટેબલમાં નાખીને પણ ખાઈ શકો છો. સાથે જ તેને તમે સલાડ, પાસ્તાની ઉપર ગાર્નિશ કરી શકો છો. સૂર્યમુખીના બીજનો પાઉડર કે લોટ કેક, મફિન અને બ્રેડ બેટરમાં પણ મિક્સ કરી શકાય છે. આ તેની પૌષ્ટિકતાને વધારે છે. સૂર્યમુખીના બીજને તમે ચેવડામાં નાખી શકો છો.


