Get The App

રૂમના તાપમાનની અસર સ્ટુડન્ટના મગજ પર થાય છે

Updated: May 30th, 2019

GS TEAM

Google News
Google News
રૂમના તાપમાનની અસર સ્ટુડન્ટના મગજ પર થાય છે 1 - image

હંમેશા શરીરનું તાપમાન તપાસવા માટે થર્મોસ્ટેટનો ઉપયોગ કરવામાં આવે છે. તમને નવાઈ લાગશે કે તાપમાનની અસર તમારા ટેસ્ટ સ્કોર પર પણ પડે છે. એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે રૂમના તાપમાનની અસર મહિલાઓ અને પુરુષોના ગણિત અને મૌખિક ટેસ્ટ જુદી જુદી થાય છે.  ગરમી હોય ત્યારે સ્ત્રીઓના માર્ક્સ વધારે આવ્યાં. તો બીજી તરફ વાતાવરણ ઠંડુ હતું ત્યારે પુરુષોએ સારું પર્ફોર્મ કર્યું. 


ઘણાં પરિણામોમાં એવું જાણવા મળ્યું હતું કે ઘરે સ્ત્રીઓને ઠંડુ તાપમાન વધારે મળે છે પરંતુ રૂમના તાપમાનની અસર તેમનાપર વધારે થાય છે. શોધમાં જર્મન યુનિવર્સિટીના ૫૪૨ સ્ટુડન્ટને શામેલ કરવામાં આવ્યાં હતા. જેમને ૨૪ ગ્રૂપમાં વહેંચવામાં આવ્યાં. આ લોકોને ૬૧ ડીગ્રીથી ૯૧ ડીગ્રી ફેરનહીટ સુધીના તાપમાનમાં તર્ક, ગણિત અને મૌખિક ટેસ્ટ લેવામાં આવી. ભાગ લેનારાઓમાં ૪૧ ટકા યુવતીઓ હતી અને તેમણે સારો સ્કોર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ રૂમનું તાપમાન છેક સુધી ગરમ રાખવામાં આવ્યું હતું. જ્યારે પુરુષોએ ઠંડા વાતાવરણમાં સારું પર્ફોર્મ કર્યું હતું. 

આખા રિસર્ચમાં સામે આવ્યું કે સ્ત્રીઓનું મગજ ગરમ વાતાવરણમાં તેજ ચાલે છે જ્યારે પુરુષો એના કરતાં ઘણાં પાછળ હોય છે. ૨૨ મેએ પીએલઓએસ વનમાં પ્રકાશિત આ સ્ટડી અનુસાર રૂમના  તાપમાનની સ્રપર્ધકોના લોજિક પર કોઇ અસર થઇ નહોતી. જો કે વાતાવરણની અસર પુરુષ અને સ્ત્રીઓના સંજ્ઞાનાત્મક પ્રદર્શનમાં ઘણી વધારે થાય છે. 

આ રિસર્ચ સમાન વયજૂથના સ્ટુડન્ટ્રસ પર કરવામાં આવ્યો હતો. જેમાં એમના સામાજિક અને આર્થિક સ્તર પણ સમાન હતા. તેથી એ શક્ય છે કે અલગ ગ્રૂપના સ્ત્રી -પુરુષોના મગજ પર વાતાવરણ અલગ અસર થઇ શકે છે.