Get The App

આ બીમારીથી પીડાતા લોકો માટે ઝેર સમાન છે સોયાબીન, ભૂલથી પણ ન કરવું તેનું સેવન

- વધારે પ્રમાણમાં સોયાબીનનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

Updated: Jul 30th, 2018

GS TEAM


Google News
Google News
આ બીમારીથી પીડાતા લોકો માટે ઝેર સમાન છે સોયાબીન, ભૂલથી પણ ન કરવું તેનું સેવન 1 - image

અમદાવાદ, તા. 30 જુલાઈ 2018 સોમવાર

સોયાબીન એક પ્રકારનો પાક છે જે દાળની શ્રેણીમાં નહીં પરંતુ તલની શ્રેણીમાં આવે છે. તેને દાળ તરીકે ખાવામાં આવે છે, તેનો તેલ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

સોયા સોસો તેનાથી બનાવવામાં આવે છે સાથે સોયા મિલ્કને પણ તૈયાર કરવામાં આવે છે.

સોયા અને સોયાથી બનાવેલા પદાર્થના ઘણા ફાયદા તમે જાણતા જ હશો અને વાંચ્યા જ હશે પરંતુ આજે અમે જણાવીશું વધારે પ્રમાણમાં તેને ખાવાથી શું નુકસાન થઈ શકે છે.

એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, વધારે પ્રમાણમાં સોયાબીનનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તેમજ અમુક બીમારી એવી છે જેમાં સોયાબીનનું સેવન બિલ્કુલ ન કરવું જોઈએ. આ બીમારીના દર્દીઓ સતત સોયાબીનનું સેવન કરી રહ્યા છો તો તે ઝેર સમાન છે.

હાર્ટ પ્રોબ્લેમ

લાંબા સમય સુધી સોયાબીન હૃદયના દર્દી માટે બેસ્ટ ડાયટમાંથી એક માનવામાં આવે છે. સોયાબીન ખાવાથી પ્રોટીન મળે છે અને તેમાં રહેલાં હાર્ટ કોલેસ્ટ્રોલ પણ વધારે નુકસાન નથી પહોંચાડતા. પરંતુ એક રિસર્ચમાં એવું જણાવવામાં આવ્યું છે કે હૃદયના દર્દી માટે સોયાબીન નુકસાનકારક છે. તેમાં ટ્રાન્સ ફેટ હોય છે જે હૃદય માટે સારું નથી, તેનો વધારે પ્રયોગ કરવાથી તમારું હૃદય કમજોર બની જાય છે.

ગર્ભવતી મહિલાઓ સોયાબીનનું સેવન ન કરવું

પ્રેગ્નેન્ટ મહિલાઓએ સોયાબીનનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી મુશ્કેલી ઉભી થઈ શકે છે. તેનાથી ખોરાકને પચવામાં વાર લાગે છે, તેને ખાધા પછી ઉલ્ટી થાય છે.

તે સિવાય બ્રેસ્ટફીડ કરાવતી મહિલાઓએ સોયાબીનનું સેવન કરવાથી બચવું જોઈએ. સોયાબીનમાંથી બનાવવામાં આવેલી કોઈપણ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ.

આ સમસ્યાઓમાં ન કરો સેવન

એવા લોકો જેમને એલર્જીની સમસ્યા હોય, દૂધથી કોઈને એલર્જી છે, કોઈ પણ ખાસ વસ્તુ ખાવાથી અથવા સૂંઘવાથી માઈગ્રેન ટ્રિગર થઈ જાય છે તેમણે પણ સોયાબીનનું સેવન ન કરવું જોઈએ.

તે સિવાય જે લોકોને વજન વધે તેવો થાઈરોઈડ હોય તો પણ તેનું સેવન ન કરવુ જોઈએ. સોયાબીન અને તેનાથી બનાવવામાં આવેલા પદાર્થનું દરરોજ સેવન કરવુ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

કિડનીના દર્દીએ ન ખાવુ

યુરિન કેન્સરના દર્દીએ દૂર રહેવું

એવા લોકો જે મૂત્રાશયના કેન્સર અથવા યુરીન કેન્સરથી પીડિત છે તેમણે સોયાની પ્રોડક્ટથી દૂર રહેવુ જોઈએ. જે લોકોને એપેન્ડિક્સ હોય તેવા લોકો માટે પણ સોયાબીન નુકસાનકારક છે.

તે લોકો જેની ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને પણ આ કેન્સરના કારણે મૃત્યુ થયુ હોય તો તેવા લોકોએ સોયા પદાર્થનું સેવન ન કરવું જોઈએ. સોયાબીન અથવા તેનાથી બનાવવામાં આવતી વસ્તુ તમારા જીન્સમાં યુરિન કેન્સરની સંભાવના વધારે છે.

ડાયાબિટીસ

જો તમને ડાયાબિટીસ હોય તો સોયાની પ્રોડક્ટનો ઉપયોગ સહેજ પણ ન કરવો જોઈએ. તેનો વધારે ઉપયોગ કરવાથી નુકસાન પહોંચી શકે છે.

સપ્તાહમાં એકથી બે વખત તેનું સેવન કરી શકો છો પરંતુ ઓછી માત્રામાં. પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે તો તમારા માટે સોયાબીનનું સેવન ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી બને ત્યાં સુધી સ્વાસ્થ્ય માટે સોયાબીનનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે.

Tags :