Get The App

દક્ષિણ કોરિયા પાડોશી દેશ ઉત્તર કોરિયાને 50 હજાર ટન ચોખા મોકલશે

- ઉત્તર કોરિયામાં 1 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહયા છે

- યુએન દક્ષિણ કોરિયા આ મદદ સીધી નહી પરંતુ વર્લ્ડ ફૂડ પ્રોગામ અંર્તગત આપશે

Updated: Jun 27th, 2019

GS TEAM

Google News
Google News
દક્ષિણ કોરિયા પાડોશી દેશ ઉત્તર કોરિયાને 50 હજાર ટન ચોખા મોકલશે 1 - image


સિઓલ, તા. 26 જૂન, 2019, બુધવાર

પહેલો સગો પાડોશી એ કહેવત કુટનીતિથી ભરેલા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ સાચી સાબીત થઇ રહી છે. દક્ષિણ કોરિયા તેના કટ્ટર દુશ્મન ગણાતા પાડોશી દેશ ઉત્તર કોરિયાને 50 હજાર ટન ચોખા મોકલશે. દક્ષિણ કોરિયાએ આ મદદની જાહેરાત વિશ્વ ખાધ કાર્યક્રમ અંર્તગત કરી છે. પાડોશી દેશ ઉત્તર કોરિયાના લોકો અનાજની અછતથી પીડાઇ રહયા છે ત્યારે દ્વિ પક્ષિય સંબંધો મજબૂત બનાવવા માટે આ મહત્વનું કદમ માનવામાં આવે છે. 

આમ પણ બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા માટે રાજદ્વારી પ્રયાસોને ખાસ સફળતા મળી નથી ત્યારે આ માનવતાવાદી પગલાથી  સંબંધો સુધરશે એવી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇને આશા વ્યકત કરી છે.

ઉત્તર અને દક્ષિણ કોરિયા અલગ થયા ત્યારે બંને દેશોની આર્થિક સ્થિતિ નાજૂક હતી. દક્ષિણ કોરિયાએ લોકશાહી પ્રણાલી અપનાવી અને અમેરિકાની પણ ખૂબ મદદ મળી જયારે ઉત્તર કોરિયા 70 વર્ષથી કિમ પરીવારની તાનાશાહીમાં ફસાયેલું રહયું છે. ચાર દાયકા પહેલા ઉત્તર કોરિયામાં પડેલા ભયંકર દુકાળથી લાખો લોકોના મોત થયા હતા.

અત્યાર સુધી આ દેશની હકિકત અને વિગતો બહાર આવતી ન હતી પરંતુ હવે બદલાતા સમયની સાથે યુ એનની ટીમ દ્વારા મદદ પહોંચાડવામાં આવે છે. જો કે જળમાર્ગે ચાવલનો આટલો મોટો જથ્થો મોકલતા બે મહિના જેટલો સમય લાગશે.  અગાઉ પણ દક્ષિણ કોરિયા 80 લાખ ડોલરના અનાજની મદદ આપી ચૂકયું છે. દક્ષિણ કોરિયા આ મદદ સીધી નહી પરંતુ વર્લ્ડ ફૂડ પ્રોગામ ઉપરાંત યૂ એન ચિલ્ડ્રન ફંડને આપી હતી.

Tags :