ગરમીમાં જ નહીં શિયાળામાં પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે દહીં, બીમારીઓ થાય છે દૂર
નવી દિલ્હી, 18 ડિસેમ્બર 2019, બુધવાર
દહીં સ્વાસ્થ્ય માટે લાભકારી છે. એક વાટકી તાજું દહીં ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. જો કે મોટાભાગના લોકો માને છે કે શિયાળામાં દહીં ખાવું જોઈએ નહીં. પરંતુ આ ખોટી ધારણા છે. દહીં જેટલું ગુણકારી ઉનાળામાં હોય છે તેટલું જ શિયાળામાં પણ હોય છે.
શિયાળામાં પણ રોજ દહીં ખાવાથી પાચન તંત્ર સારું રહે છે. શરીરમાં કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં રહે છે. દહીં ખાવાથી ગેસ થતી નથી. તેમાં રહેલા બેક્ટેરિયા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ ઉપરાંત વિટામિન બી6 અને બી 12 હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારી છે.
દહીંથી થતા લાભ
- જેમને ગેસ થવાની તકલીફ હોય તેમણે દહીં ખાવું જોઈએ.
- દહીં ખાવાથી શરીરમાં પીએચ સંતુલન રહે છે અને પેટની ગરમી શાંત થાય છે.
- ભોજન બાદ દહીં ખાવાથી ખોરાક સારી રીતે પચી જાય છે. તેનાથી પાચન તંત્ર પણ મજબૂત થાય છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
ત્વચાને થતા લાભ
- દહીં ખાવાથી ત્વચા અને વાળ સુંદર થાય છે.
- દહીં અને ચણાનો લોટ ઉમેરી બનેલા પેકનો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર થાય છે.
- દહીંના ઉપયોગથી ચહેરાનું ટેનિંગ દૂર થાય છે.
- દહીંથી ખોડો દૂર થાય છે.
દાંત અને નખ માટે લાભ
- દહીંમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત કરે છે.
- દહીં હાડકા સાથે દાંત અને નખને પણ લાભ કરે છે.