સોરાયસિસ નામનો ચામડીનો જટીલ એટલે કે ક્રોનિક રોગ કોઈને પણ થઇ શકે છે. સ્કાલ્પ, હાથ, પગ અને ઘણીવાર તો આખા શરીરે થઇ જાય છે. પરંતુ કેટલીક વાતોનું ધ્આન રાખવામાં આવે તો આને ઘરગથ્થુ ઉપચારોથી જ મટાડી શકાય છે.
આ બીમારીમાં શરીર પર લાલ ચકામા થવા લાગે છે અને બળતરાં કે ખંજવાળ આવે છે. સ્કિન એટલી સુકાઈ જાય છે કે પોપડીઓ પડવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં તો સ્કિન સાપની કાંચલી જેવી દેખાવા લાગે છે. શરૂઆતના ચિહ્નોમાં સ્કિન પર દાણા ઉપસી આવે છે જે ધીમેધીમે ચકામાનું રૂપ લઇ લે છે. આવો જાણીએ તેનું કારણ અને કેવી રીતે તેને અટકાવી શકાય.
Psoriasis થવાના અનેક કારણો છે:
- બેક્ટેરિયલ ઇન્ફેક્શન
- જિનેટિક રીઝન
- સતત સ્ટ્રેસમાં રહેવું
- દારૂ કે સિગરેટનું વધારે સેવન
- કેટલીક દવાઓની સાઈડ ઇફેક્ટને લીધે
- સ્કિન પર ઇજા જેમકે વાગવું, છોલાવું, દાઝવું, કપાઈ જવું કે સનબર્ન
સોરાયસિસના ઘરેલુ નુસખા:
એલોવેરાનો જ્યૂસ:
એલોવેરા જેલ કે ક્રિમનો સ્કિન પર લગાવવાથી લાભ થાય છે. એલોવેરા જેલ અને લસણની પેસ્ટ બનાવીને સિરોસિસ પર લગાવી દો અને થોડીવાર પછી ધોઇ નાંખો.
ભૂખ્યા પેટે કારેલા ખાઓ:
કારેલાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને રોજે પીવો. આ સોરાયસિસમાં રામબાણની જેમ કામ કરે છે.
ગલગોટાનો ફૂલ:
4 કપ પાણીમાં 5-6 ગલગોટાના ફૂલ નાંખીને ઘટ્ટ ના થાય ત્યાં સુધી ઉકાળો. એ ઠંડુ થાય એટલે સ્કાલ્પમાં લગાવીને બેબી શેમ્પૂથી વાળ ધુઓ.
હળદર:
એન્ટી-ઇફ્લેમેન્ટ્રી અને એન્ટી ઑક્સીડેન્ટના ગુણોથી ભરપૂર હોવાથી ત્વચામાં રહેલા બેક્ટેરિયાને મારી નાંખે છે. 1 ચમચી હળદરને પાણીમાં મિક્સ કરીને ઇન્ફેક્ટેડ એરિયામાં લગાવો, આખી રાત પાટો બાંધીને રહેવા દો અને સવારે ધોઈ નાંખો. રોજે આમ કરવાથી સોરાયસિસ કાયમ માટે મટી જશે.


