જો ઊભા રહીને પાણી પીતા હોવ તો ચેતી જજો, નહી તો થઈ શકે છે આવા રોગ
ઊભા રહીને પાણી પીવાથી અપચો, કબજિયાત અને એસિડ રિફ્લક્સની સમસ્યા થઈ શકે છે.
દોડતી વખતે ક્યારેય પાણી પીવું જોઈએ નહી તેનાથી આખા શરીરની હેલ્થ બગડી શકે છે
Image Envato |
તા. 14 માર્ચ 2023, મંગળવાર
પાણી આપણા શરીર માટે ખૂબ જ મહત્વનુ ગણાય છે. પાણી શરીરના મહત્વનું રાસાયણિક ઘટક છે. આપણા શરીરમાં લગભગ 60 થી 70 ટકા પાણી હોય છે. અને શરીરને જીવિત રાખવા માટે પાણી મુખ્ય આધાર છે. શરીરના બધા સેલ્સ, ટીસ્યુ અને ઓર્ગનને યોગ્ય રીતે કામ કરવા માટે પાણીની જરુર પડે છે. શરીરમાં પાણી ઘટવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા પેદા થાય છે. એટલા માટે રોજ 2થી 3 લીટર પાણી પીવુ જરુરી છે. પરંતુ આ બધા વચ્ચે સવાલ એ છે કે પાણી પીવાનો સાચી રીત કઈ હોય છે. પાણી ઊભા રહીને પીવુ સારુ કે બેઠા બેઠા પીવુ સારુ. ? એવુ માનવામાં આવે છે ઊભા ઊભા પાણી પીવુ જોઈએ નહી. નહી ચો તેનાથી નુકસાન થઈ શકે છે. પરંતુ આખરે આ વાત કેટલી સાચી છે તે ડૉક્ટરની સલાહથી હકીકત જાણીએ.
ઊભા રહીને પાણી પીવાથી અપચો, કબજિયાત અને એસિડ રિફ્લક્સની સમસ્યા થઈ શકે છે.
નવી દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના પ્રિવેંટિવ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે ઊભા રહીને અથવા સુતા સુતા ક્યારેય પાણી પીવુ જોઈએ નહી. દરેક લોકોએ તેમના હેલ્થ માટે હંમેશા બેઠા બેઠા જ પાણી પીવુ જોઈએ. ઊભા રહીને પાણી પીવાથી પાણીના મિનરલ્સ ડાઈજેસ્ટ સિસ્ટમ સુધી બરાબર પહોચતુ નથી. અને તેનાથી અપચો, કબજિયાત અને એસિડ રિફ્લક્સની સમસ્યા થઈ શકે છે. જે લોકો અપચો અથવા એસીડીટીની બીમારીથી પરેશાન હોય તેમના માટે આ ભૂલ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.
ઊભા ઊભા પાણી પીવાથી થઈ શકે છે આવા રોગ
ડોક્ટરના કહેવા પ્રમાણે ઊભા રહીને પાણી પીવાથી કીડની અને લીવરને નુકસાન થઈ શકે છે. અને તેના કારણે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ બગડી શકે છે. કીડની શરીરમાં એક ફિલ્ટર તરીકેનુ કામ કરે છે. અને એકવાર જો કીડની કામ કરતી બંધ થઈ જાય તો શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ પેદા થાય છે. આ ઉપરાંત હ્રદય તમજ લંગ્સમાં નુકસાન થઈ શકે છે. આ સાથે વિશેષ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે દોડતી વખતે ક્યારેય પાણી પીવુ જોઈએ નહી તેનાથી આખા શરીરની હેલ્થ પર અસર થઈ શકે છે.