ભુખ બાળકોના માનસિક વિકાસ માટે જોખમી, શોધમાં થયો ખુલાસો
નવી દિલ્હી, 3 નવેમ્બર 2019, રવિવાર
પહેલીવાર વૈજ્ઞાનિકોએ એ વાતનો ખુલાસો કર્યો છે કે ભુખ્યા રહેવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સમસ્યાઓ થઈ શકે છે. તેમના જણાવ્યાનુસાર ભુખની અવસ્થામાં રહેવાથી બાળકોનો માનસિક વિકાસ અટકે છે.
શોધકર્તાઓએ આ તારણ પર પહોંચતા પહેલા દુનિયાભરના માનસિક વિકાસના આંકડા અને ઘટનાક્રમો પર ગહન વિષ્લેષણ કર્યું છે. તેના આધાર ભુખ અને માનસિક વિકાસ વચ્ચેના સંબંધની પુષ્ટિ કરવામાં આવી છે.
શોધમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે માનસિક વિકાસ અવરુદ્ધ થવાનું કારણ ભુખ દરમિયાન મગજ સુધી પૌષ્ટિક આહાર નથી પહોંચી શકતો. પૌષ્ટિક આહારના અભાવના કારણે મગજ નબળું પડી જાય છે. માણસ સહિત દરેક પ્રાણીના મગજમાં ઊર્જા એક પરિષ્કૃત સ્વરૂપમાં ખર્ચ થાય છે. માણસના મગજમાં આ ખપત અન્ય પ્રાણી કરતાં વધારે થાય છે. દરેક પ્રાણીને આ ઊર્જા ખોરાકના માધ્યમથી જ મળે છે.
શોધકર્તાઓએ તેના માટે પોતાના સર્વેમાં જન્મ પહેલાની સ્થિતિનું પણ અધ્યયન કર્યું. જન્મ પહેલા માનસિક વિકાસના વિકારથી પીડિત મોટાભાગના બાળકોમાં ભૂખની ખામી ગર્ભમાં હોવા દરમિયાન જોવા મળી.
આ અનુસંધાન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ એક એક કડીને ક્રમવાર જોડી. કોશિકાના સ્તર પર દરેક પ્રાણીનો વિકાસ લગભગ આ પુષ્ટિના આધારે થાય છે પરંતુ આ નિયમ તે બાળકોને લાગૂ નથી પડતો જે માતાના ગર્ભથી બહાર પ્રાકૃતિક રીતે વિકસિત થાય છે. તેમાં દેડકાના બચ્ચાનો સમાવેશ કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે પૌષ્ટિક આહાર મગજને વિકસિત કરવા માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી મગજમાં ઊર્જા ખર્ચ થાય છે. શોધમાં જાણવા મળ્યું કે જ્યારે પર્યાપ્ત માત્રામાં આહાર શરીરને ન મળે તો મગજને શકિત આપતી કોશિકાઓ કામ કરવાનું બંધ કરી દે છે. કામ કરવાના બદલે મગજ અટકવા લાગે છે.