ખૂબ જ કામનો છે લજામણીનો છોડ, તેના પાંદડાથી લઈને મૂળ સુધીમાં છુપાયેલા છે ઘણા ઔષધીય ગુણ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 16 ઓગસ્ટ 2023 બુધવાર
લજામણીનો છોડ તમે ઘણા ઘરોની આસપાસ જોયો હશે. હકીકતમાં આ છોડને એક ઔષધિ તરીકે જોવામાં આવે છે અને આયુર્વેદમાં આનો વ્યાપક ઉપયોગ છે. ન માત્ર આનાથી કીડા-મકોડાના ડંખની સારવાર થાય છે પરંતુ આ તમારી યુરેટસની હેલ્થને પણ શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરી શકે છે. સાથે જ આ એનાલ્જેસિક છે જેના કારણે ઘણા પ્રકારના દુખાવાથી છુટકારો મેળવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમા સિવાય પણ લજામણીના ઘણા ફાયદા છે.
લજામણીમાં પાંદડાથી લઈને મૂળ સુધી ઘણા ઔષધીય ગુણ છુપાયેલા હોય છે
1. ડ્યૂરેટિક છે લજામણી
લજામણીના મૂળને બાફીને અને તેનું પાણી પીવાથી તમારા બ્લેડર ફંક્શનને શ્રેષ્ઠ બનાવવામાં મદદ મળે છે. આ પહેલા તો તમારા બ્લેડરને હાઈડ્રેટ કરે છે અને તેની લાઈનિંગને સાફ કરે છે. આનાથી જ્યારે તમને ઝડપથી પેશાબ આવે છે તો બ્લેડરની ગંદકી પાણી સાથે ફ્લશ આઉટ થઈ જાય છે. આનાથી તમે યુટીઆઈ વગેરેથી બચી શકો છો.
2, લજામણીના મૂળ ઘા ભરી શકે છે
લજામણીમાં બે ગુણ છે જે ઘા ને ભરવામાં મદદ કરી શકે છે. પહેલા તો આ દુખાવાને મટાડે છે અને પછી ઘા ની સફાઈની સાથે તેની રૂઝમાં મદદ કરી શકે છે. દરમિયાન તમે લજામણીનો બે પ્રકારે ઉપયોગ કરી શકો છો. તમે તેના પાંદડા અને મૂળનો લેપ બનાવીને પોતાની ઈજા પર લગાવી શકો છો. તમે લજામણીના પાણીથી પોતાની ઈજાના ઘા ને સાફ કરી શકો છો.
3. એન્ટીડિપ્રેસેન્ટ છે
લજામણી એન્ટીડિપ્રેસેન્ટ છે જે હતાશાથી રાહત અપાવવામાં કામ કરી શકે છે. લજામણીના મૂળમાંથી નીકળનારા એક્સટ્રેક્ટમાં એન્ગજાયટીને ઘટાડવાના ગુણ હોય છે. આ સિવાય આ તમારી ઊંઘને સારી બનાવવા અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
4. એનાલ્જેસિક છે
એનાલ્જેસિક એટલે પેઇનકિલર. લજામણીની ખાસ વાત એ છે કે આ એન્ટી ઈન્ફલેમેટરી રીતથી કામ કરી શકે છે. એટલે કે આ સંધિવાના દર્દીઓ માટે પણ આનો ઉપયોગ ફાયદાકારક હોઈ શકે છે. આ સોજાને ઘટાડે છે અને દુખાવામાં રાહત અપાવે છે.