ઉનાળામાં બેસ્ટ છે ખટમીઠા સેતુર, જાણો કેવી રીતે
ઉનાળામાં થોડી લાપરવાહી તમને બીમાર કરી શકે છે. આવામાં ઉનાળામાં આવતું ખાટું ફળ સેતુર તમને અનેક રીતે લાભ આપી શકે છે. આયુર્વેદમાં પોટેશિયમ, વિટામિન એ અને ફોસ્ફરસથી ભરપૂર સેતુરને બહુ સ્વાસ્થ્યપ્રદ ગણાવાયા છે. સેતુર બે પ્રકારના હોય છે. ઘણાં લોકો સેતુરને કાચા ખાય છે તો કેટલાક એ પાકા થાય પછી ખાવાનું પસંદ કરે છે.
સેતુરનો ઉપયોગ જેમ, જેલી, સોસ, વાઈન અને મીઠા પદાર્થો બનાવવામાં થાય છે. જો કે તેના વિશિષ્ટ ગુણોને લીધે તેનું સેવન શરીરના વિકારો દૂર કરવા માટે પણ થાય છે. તેમાં રહેલું એલ્કેલૉયડ તત્વ મૈક્રોફેજેજને સક્રિય કરે છે. તેમજ વ્યક્તિની ઇમ્યૂન સ્સિટમને સારી બનાવે છે. સેતુરમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક તંત્રને મજબુત બનાવે છે.
સાથે જ તેમાં અનેક પ્રકારના ખનીજતત્વો અને ફાઈબર પણ હોય છે. ઉનાળામાં તેના સેવનથી લૂ લાગવાનું જોખમ ઘટે છે. આંખોનું તેજ વધે છે અને વધતી વયના ચિહ્નો ચહેરા પર જલદી દેખાતા નથી.