હદથી વધારે ચુપ્પી બને છે હૃદય રોગનું કારણ
નવી દિલ્હી, 19 ઓક્ટોબર 2019, શનિવાર
સંબંધોને સાચવી રાખવા અને તેમાં પ્રેમ જાળવી રાખવા માટે લોકો ચુપ રહેવાનું પસંદ કરે છે. આ વિકલ્પ સંબંધોને તો બચાવી રાખે છે પરંતુ આમ કરવાથી હૃદય નબળું પડી જાય છે. જી હાં ચુપ રહી સંબંધ બચાવતા લોકો પોતાની જાતને બીમાર બનાવે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે મનની વાતોને મુક્તપણે વ્યક્ત કરવી. અભિવ્યક્તિ એટલા માટે પણ જરૂરી છે કે તેનાથી શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે. જે લોકો પોતાની જાતને મનની વાત કહેતા અટકાવે છે તેમને સ્ટ્રોક કે હૃદય રોગ થવાનું જોખમ વધી જાય છે.
ઘર પરીવારમાં વિવાદ ન થાય તે માટે લોકો મનની વાત મનમાં દબાવી રાખે છે પરંતુ તેમણે એક વાત ધ્યાનમાં રાખવી કે આ આદત તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે.
આ તારણ 304 મહિલાઓ પર કરેલા અધ્યયન બાદ રજૂ કરવામાં આવ્યું છે. જે લોકો મનની વાત મુક્તપણે કહેતા નથી તેઓ ડિપ્રેશન તેમજ હાર્ટ એટેકને આમંત્રણ આપે છે.