Get The App

મરઘાના DNAનું એડિંટીંગ કરી બર્ડ ફલૂ ફેલાતો અટકાવી શકાશે

૨૦૦૯-૧૦માં બર્ડફલુ માટે એચ ૧ એન ૧ વાઇરસ જવાબદાર હતા

બર્ડ ફૂલુ સૌથી વધારે મરઘાઓના કારણે ફેલાય છે

Updated: Jul 25th, 2019

GS TEAM

Google News
Google News
મરઘાના DNAનું એડિંટીંગ કરી બર્ડ ફલૂ ફેલાતો અટકાવી શકાશે 1 - image


જીન એડિટિંગ ટેકનિકનો ઉપયોગ કરીને મરઘાથી ફેલાતો બર્ડ ફૂલુ રોકવાના લેબ પ્રયોગમાં બ્રિટનના વૈજ્ઞાાનિકોને સફળતા મળી છે. બર્ડ ફલુના વાઇરસ જંગલી પક્ષીઓ અને ખાસ કરીને મરધાઓ દ્વારા ખૂબજ ઝડપથી ફેલાય છે. મરઘાના સંસર્ગંમાં આવવાથી માનવીઓમાં પણ ફેલાય છે. નવાઇની વાત તો એ છે કે હવા દ્વારા પણ ઝડપથી શરીરમાં ચેપ લગાડે છે. આથી એક માણસથી બીજા માણસમાં રોગ ફેલાતા વાર લાગતી નથી. 

લંડનની ઇમ્પીરિયલ કોલેજ લંડનના સંશોધકોએ મરઘાના ડીએનએમાં એક ચોકકસ ભાગને બદલીને બર્ડફલૂ વાઇરસને કોશિકાઓમાં ફેલાતો અટકાવવામાં સફળતા રહયા હોવાનો દાવો કર્યો હતો. જો કે રિસર્ચનું નેતૃત્વ કરી રહેલા વૈજ્ઞાાનિક માર્ક મેકગ્યુને જણાવ્યું કે બર્ડ ફૂલુ સામે જીન એડિટીંગ કરીને મરઘાને જ્ન્મ આપવાનો બાકી છે. સંશોધકોને આશા છે કે પ્રારંભિક સફળતા પછી ડીએનએના ચોકકસ ભાગને નાબૂદ કરી શકાશે. મરઘાઓમાં આ ભાગ એનપી ૩૨ નામનું પ્રોટિન પેદા કરવા માટે જવાબદાર છે. બર્ડ ફલૂનો વાઇરસ પરપોષી સંક્રમણ માટે આ પ્રોટિન પર જ આધાર રાખે છે. આ સંશોધન ટેકનિકને સીઆરઆઇએસપીઆર પણ કહેવામાં આવે છે. આ કોશિકાઓનું લેબમાં પરીક્ષણ કરતા માલૂમ પડયું કે આ જીનનો અભાવ મરઘામાં ફલુના વાઇરસને પ્રવેશતો અટકાવે છે.

૧૯૧૮માં સ્પેનિશ ફલુથી યૂરોપમાં ૫ કરોડ મોત થયા હતા

મરઘાના DNAનું એડિંટીંગ કરી બર્ડ ફલૂ ફેલાતો અટકાવી શકાશે 2 - image

૨૦૦૯-૧૦માં બર્ડફલુએ હાહાકાર મચાવ્યો હતો તેના માટે એચ ૧ એન ૧ વાઇરસ જવાબદાર હતો. જેનો ૫ લાખથી વધુ લોકો ે ભોગ બન્યા હતા. ભૂતકાળની વાત કરીએ તો ૧૯૧૮માં સ્પેનિશ ફલુના કારણે યૂરોપમાં ૫ કરોડ લોકોના મોત થયા હતા. સંશોધકોનું માનવું છે કે બર્ડ ફૂલુ સૌથી વધારે મરઘાઓના કારણે ફેલાય છે. ઘણી વાર શંકાના આધારે લાખો મરઘાઓની કતલ કરવામાં આવે છે આથી પોલ્ટ્રી ઉધોગને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે તેના સ્થાને ડીેએનએમાં તેનો સ્ત્રોત ગણાતા ભાગમાં જ ફેરફાર કરવામાં આવ તો  ન રહેગા બાંસ ન બજેગી બાંસુુરી જેવી સ્થિતિ ઉભી થશે. 

Tags :