Get The App

દરરોજ રાત્રે સૂતા પહેલા આ કામ કરો, બીજા દિવસે પેટ થઈ જશે સાફ

પેટ સંબધિત દરેક સમસ્યા માટે રામબાણ ઈલાજ

પેટની ગંદકીને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે

Updated: Jul 20th, 2023

GS TEAM


Google News
Google News
દરરોજ રાત્રે સૂતા પહેલા આ કામ કરો, બીજા દિવસે પેટ થઈ જશે સાફ 1 - image


તકમરિયાના બીજને પેટ સાફ કરવા, અપચો, કબજિયાત અને પેટ સંબંધિત દરેક સમસ્યા માટે રામબાણ માનવામાં આવે છે. આ સાથે તકમરિયાના બીજ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. અહીં તકમરિયાના બીજ ખાવાના ઘણા ફાયદાઓ છે.

તકમરિયામાં વધુ પ્રમાણમાં ફાયબર હોય છે

પેટની સૌથી સામાન્ય સમસ્યાઓમાં, કબજિયાત ખૂબ જ વધારે મુશ્કેલી ઉભી કરે છે અને તેનાથી પેટમાં દુખાવો તો થાય જ છે સાથે જ પેટ ભરેલું પણ લાગે છે. અને જમવાની પણ ઈચ્છા થતી નથી. અપચા માટે ઘરેલું નુસકા ઘણા છે પરંતુ કેટલાક ખરેખર કામ કરે છે. તેમાંથી જ એક તકમરિયાના બીજ અને તુલસીના બીજ છે. તમે વિચારતા હશો કે તેનાથી શું થશે, પરંતુ તમને ખબર નહી હોય કે તકમરિયામાં વધુ પ્રમાણમાં ફાયબર હોય છે, જે આંતરડાની ગતિને પ્રોત્સાહન આપે છે અને પેટની ગંદકીને દૂર કરવામાં ખૂબ જ મદદ છે. આ સાથે જો તમે વજન ઘટાડવાના ઘણા ઉપાયો અજમાવીને કંટાળી ગયા હોય તો તમે આ ચમત્કારી બીજ અજમાવી શકો છો. તકમરિયા બીજને ફાલુદા બીજ, તુલસી બીજ કે સબજા બીજ તરીકે પણ ઓળખાય છે, અને તે પોષણનું પાવરહાઉસ છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણોથી ભરપુર છે.

તકમરિયાના બીજ ઘણો લાભ આપશે

આ નાના બીજને ઘણીવાર ચિયા બીજ સમજી લઈએ છીએ. તકમરિયાના બીજથી સ્વાસ્થ્ય લાભોમાં પાચનમાં સુધારો કરવો, વજન ઘટાડવામાં મદદ કરવી, લોહીમાં સુગર લેવલને કંટ્રોલ કરવું, શરીરને ઠંડક આપવી, તણાવ દૂર કરવો, બળતરા ઘટાડવી અને અમુક ચેપને રોકવાનો સમાવેશ થાય છે. જો તમે કબજિયાતથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો અને વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તકમરિયાના બીજ ઘણો લાભ આપી શકે છે. અહીં કેટલાક ફાયદા છે જે તમારે જણવા જરુરી છે.

કબજીયાતમાં રાહત આપે છે તકમરિયાના બીજ

તકમરિયાના બીજ શરીર માટે કુદરતી ડિટોક્સ તરીકે કામ કરે છે અને આંતરડાની ગતિને પ્રોત્સાહન આપે છે. એક ગ્લાસમાં તકમરિયાના થોડા બીજ નાખી થોડા દિવસ સુતા પહેલા પીવો. તકમરિયામાં બીજમાં રહેલુ તેલ પેટના ગેસમાં રાહત આપે છે. જે ફાયબરથી ભરપુર હોય છે જે કબજિયાત અને ડાયેરિયામાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

તકમરિયાના બીજ કરે છે વજન ઘટાડવામાં મદદ

તકમરિયાના બીજ ફાઈબરથી ભરેલા હોય છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો એહસાસ કરાવે છે. આમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે શરીરમાં ચરબી બર્ન કરવામાં અને મેટાબોલિઝમને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.

શરદી અને ઉધરસ માં પણ ફાયદાકારક

તુલસીના બીજનો ઉપયોગ સામાન્ય શરદી, ઉધરસ અને અસ્થમાની સારવાર માટે સદીઓથી કરવામાં આવે છે. આ બીજમાં એન્ટિસ્પાસ્મોડિક ગુણો જોવા મળે છે, જે આ રોગોની સારવાર માટે ફાયદાકારક છે.

બ્લડ સુગર લેવલ ને કંટ્રોલ કરે છે

તકમરિયાના બીજમાં રહેલા ડાયટરી ફાયબર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરાવામાં મદદ કરે છે. એક ચમચી તકમરિયાના બીજને આંખી રાત પાણીમાં પલાળી સવારે એક ગ્લાસ દૂધમાં નાખી દરરોજ પીવાથી સમગ્ર દિવસ દરમિયાન તમારી ઇન્સ્યુલિનની સેન્સીટીવીટીમાં સુધારો જોવા મળી શકે છે.

Tags :