Get The App

નસકોરા બોલવા એ ટેવ નહીં પણ એક જટિલ સમસ્યા, ઊંઘમાં શ્વાસ બંધ થતો હોય તો સ્લિપ એપનિયાનું જોખમ

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
નસકોરા બોલવા એ ટેવ નહીં પણ એક જટિલ સમસ્યા, ઊંઘમાં શ્વાસ બંધ થતો હોય તો સ્લિપ એપનિયાનું જોખમ 1 - image


Sleep Apnea: શું તમને રાત્રિના ઊંઘ દરમિયાન વારંવાર નાક બંધ થઈ જાય છે? શ્વાસ લઈ શકતા નથી. તમારી ઊંઘમાં વિક્ષેપ આવે છે અને દિવસ દરમિયાન પણ થાક અનુભવો છો? જો આ સવાલનો જવાબ 'હા' હોય તમને સ્લીપ એપનિયાની સમસ્યા હોવાની સંભાવના છે. નસકોરાં આદત નહીં જટીલ સમસ્યા છે. ભારતમાં 13 ટકા પુરુષો અને પાંચ ટકા મહિલા સ્લીપ એપનિયાની સમસ્યા ધરાવે છે. 

ઊંઘ સાથે જોડાયેલી બીમારી

સ્લીપ એપનિયા એટલે કે ઊંઘ સાથે જોડાયેલી ગંભીર એક બીમારી. સ્લીપ એપનિયાની સ્થિતિમાં ઘણી વખત ઊંઘ ઉડી જાય છે. ઘણી વખત તો શ્વાસ પણ બંધ થઈ જાય છે. સ્લીપ એપનિયાની સ્થિતિમાં એક કલાકમાં ત્રીસ કે તેથી વધુ વખત, શ્વાસની તકલીફ અને ઊંઘમાં વિક્ષેપ સર્જાય છે. આ એક એવી બીમારી છે, જે નિંદ્રાને લગતી વધુ સમસ્યાઓનું કારણ બની શકે છે. ડૉક્ટરોના મર્તે સેન્ટ્રલ અને ઓસ્ટ્રેક્ટિવ એમ સ્લીપ એપનિયાના બે પ્રકાર છે. જેમાં સેન્ટ્રલ સ્લીપ એપનિયા માટે શરીરના ચેતાતંત્રને લગતા ફેરફાર જવાબદાર છે, જેનું નિદાન ન્યૂરો લોજિસ્ટ દ્વારા કરવામાં આવે છે. 

આ પરિબળો છે જવાબદાર

ઓન્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા માટે મસ્તિષ્ક અને ગરદનના ભાગમાં રહેલા અવયવોની રચના જવાબદાર છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જેના માટે મેદસ્વિતા-ગરદનની આસપાસ ચરબીની જમાવટ, અસામાન્ય જડબાના હાડકાની રચના, બાળકોમાં ટોન્સિલ તેમજ નાકની પાછળના મસા, નાકનો પડદો વાંકો હોવો જેવા કારણો જવાબદાર હોય છે. ટૂંકમાં કહેવામાં આવે તો નાકથી લઈને શ્વાસનળી સુધી હવા પસાર થવામાં અવરોધ પેદા કરતી દરેક પરિસ્થિતિ નસકોરાં માટે જવાબદાર હોઈ શકે છે અને તે જ નસકોરાંનું મુખ્ય કારણ છે. આ પ્રકારના સેન્ટ્રલ સ્લીપ એપનિયામાં ઈએનટી ડૉક્ટર ભાગ ભજવે છે. 

સ્લીપ એપનિયાના લક્ષણો

: શ્વાસ લેવામાં તકલીફ પડતાં રાત્રે ઊંઘમાંથી ઉઠી જવું.

: નસકોરાં બોલવા.

: રાત્રે ઊંઘ પૂરી નહીં થવાથી દિવસ દરમિયાન થાકનો અનુભવ, દિવસ દરમિયાન વધુ પડતી ઊંઘ આવવી.

: અપૂરતી ઊંઘથી દિવસ દરમિયાન એકાગ્રતાનો અભાવ

: કોઈપણ વ્યક્તિને આ લક્ષણો હોય તો કાન-નાક-ગળાના ડૉક્ટરને બતાવવું જોઈએ.

ENT વિભાગમાં 100થી 10 દર્દી સ્લીપ એપનિયાથી પીડાઈ છે

સોલા સિવિલ હોસ્પિટલનાં ઈએનટી વિભાગનાં પ્રોફેસર-હેડ ડૉ. નીના ભાલોડિયાએ જણાવ્યું કે, 'સોલા સિવિલના ઈએનટી વિભાગમાં 100 દર્દીમાંથી 10 દર્દી સ્લીપ એપનિયાના હોય છે. જેમને સ્લીપ એપનિયા હોય છે તેમને આ રોગ કે નસકોરાંની અસર વિશે કોઈ જાગૃતિ હોતી નથી. આ એક એવી સમસ્યા છે જેમાં દર્દીને હૃદય સુધીની ઘણી તકલીફ ભવિષ્યમાં જોવા મળે છે. ઓન્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાને કારણે યુવાન વયે હૃદય રોગનો હુમલો અચાનક આવતાં ગંભીર સમસ્યા અને અમુક કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે. નસકોરાં બોલાવવાની આદતને હસી કાઢવામાં આવે છે અને તે મુદ્દે વિખવાદ થાય છે. પરંતુ નસકોરાંની સમસ્યાને અવગણવી જોઈએ નહીં.

સ્લીપ એપનિયાનું નિવારણ

: બેઠાડુ જીવન છોડીને જીવનશૈલીમાં ફેરફાર કરવો.

: વજન ઘટાડવું, વ્યાયામ કરવો, વ્યસન છોડવું.

: ઈએનટી સર્જન દ્વારા સર્જરી કરીને નાક, કંઠનળી, તાળવાના ભાગમાં અવરોધ ઉત્પન્ન કરતા ભાગને દૂર કરાય છે. જેમ કે, નાકનો પડદો-મસા-કાકડા વગેરે. જેનાથી વ્યક્તિને શ્વાસ લેવામાં સરળતા રહે.

: આ પછી સીપેપ કે જેમાં રાત્રે સૂતા દરમિયાન દર્દીને માસ્ક કે જે ઓક્સિજન સ્ત્રોત સાથે જોડાયેલો હોય તે પહેરવાનું રહે છે. જેથી પૂરતા -પૂરતા પ્રમાણમાં ફેંફસાં સુધી ઓક્સિજન પહોંચી શકે.

સ્લીપ એપનિયા કેવી રીતે પડે છે ખબર?

પોલીસોમ્નોગ્રાફી અથવા સ્લીપ સ્ટડી કરવામાં આવે છે. જેમાં વ્યક્તિને ઊંઘ દરમિયાન થતાં શરીરના સ્નાયુઓમાં હૃદયમાં તેમજ મગજમાં થતી રાસાયણિક-વિદ્યુતકારક પ્રક્રિયાને રેકોર્ડ કરવામાં આવે છે. જેનાથી વ્યક્તિને 1 કલાકમાં કેટલી વાર ઊંઘ ઉડે છે અથવા કેટલીવાર શ્વાસ થંભી જવાની સમસ્યા રહે છે.

Tags :