Get The App

પોટેશિયમથી ભરપૂર આ ફળ હાઈ બીપી સહિત આ બીમારીઓનું ઘટાડે છે જોખમ

Updated: Aug 11th, 2023

GS TEAM


Google News
Google News
પોટેશિયમથી ભરપૂર આ ફળ હાઈ બીપી સહિત આ બીમારીઓનું ઘટાડે છે જોખમ 1 - image


                                                          Image Source: Freepik

અમદાવાદ, તા. 11 ઓગસ્ટ 2023 શુક્રવાર

કેળા તે હેલ્ધી ફળો પૈકીમાંના એક છે જેનું સેવન આરોગ્ય માટે ઘણા પ્રકારે કામ કરી શકે છે. કેળાની સૌથી ખાસ વાત એ છે કે આમાં પોટેશિયમ હોય છે જેને ખાવાથી સોડિયમ ઈફેક્ટ ઘટે છે. આ સિવાય કેળા ખાવાથી સંપૂર્ણ કાર્ડિયોવેસ્ક્યુલર સારુ રહે છે. આ હાર્ટ પમ્પિંગને સારુ રાખે છે અને હૃદયની માંસપેશીઓને મજબૂત કરે છે. આ સાથે જ કેળા હૃદયના આરોગ્ય માટે પણ ઘણા પ્રકારે કામ કરે છે. 

કેળા ખાવાના ફાયદા

1. હાઈબીપીથી બચાવે છે

પોટેશિયમ બ્લડ પ્રેશરને મેનેજ કરવા અને હૃદય પ્રણાલી પર તણાવને ઘટાડવામાં મદદ કરી શકે છે. એક મધ્યમ આકારનું કેળુ એક વ્યક્તિની દૈનિક પોટેશિયમ ખોરાકનો લગભગ 9 ટકા પૂરો કરે છે. આનો અર્થ એ છે કે તમે કેળા પણ ખાઈ લો છો તો આ તમને પર્યાપ્ત પ્રમાણમાં પોટેશિયમ આપશે જે તમારી બ્લડ વેસેલ્સની દિવાલોને સ્વસ્થ રાખશે અને તમને તમારા હૃદય સંબંધિત ઘણી બીમારીઓથી બચાવશે. 

2. ધમનીઓને કડક થવાથી બચાવે છે

હૃદયની ઘણી બીમારીઓની શરૂઆત ત્યારે થાય છે જ્યારે તમારી ધમનીઓ કડક થઈ જાય છે. આને મેડિકલ ટર્મમાં આર્ટિયલ સ્ટીફનેસ કહેવામાં આવે છે. કેળાનું પોટેશિયમ તમારી ધમનીઓની દિવાલોને આરામ આપતા આને નરમ રાખવામાં મદદ કરે છે. આનાથી જ્યારે તમારુ બીપી વધી પણ જાય તો નસોને ફાટવાનું જોખમ ઓછુ થઈ જાય છે જેનાથી તમે સ્ટ્રોકથી બચો છો.

3. બ્લડ ફ્લોને યોગ્ય રાખે છે

પોટેશિયમ અમુક નર્વ્સમાં નોરપેનેફ્રિનના અવશોષણને વધારે છે, જેનાથી બ્લડ વેસેલ્સની હીલિંગ થઈ રહી હોય છે. આનાથી વેસેલ્સ મુલાયમ થઈ જાય છે અને માંસપેશીઓને પણ આરામ મળે છે અને બ્લડ ફ્લો સારો રહે છે. આનાથી હૃદયનું પમ્પિંગ યોગ્ય રહે છે અને તમારુ હાર્ટ હેલ્ધી રહે છે. 

Tags :