લગ્ન જીવનમાં ભંગાણ પાડી શકે છે ઓછી ઊંઘ
ઊંઘ માણસના જીવનનું અગત્યનું અંગ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એક મનુષ્ય ખાધા વિના 2 મહિના સુધી રહી શકે છે પણ ઊંઘ્યા વિના તો માંડ 11 દિવસ જીવી શકાય છે. તેથી જ વૈજ્ઞાનિકો કહે છે કે ઓછી ઊંધ સ્વાસ્થ્ય માટે સારા સંકેત નથી.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે માણસ ઓછું ઉંઘે છે તો એના શરીરમાં શુક્રાણુઓની કમી થઇ જાય છે. આ શોધ નેધરલેન્ડના આરહૂસ યુનિવર્સિટીના શોધકર્તાઓએ કરી છે. રિસર્ચ કહે છે કે જો કોઇ વ્યક્તિ ઓછું ઊંઘે તો એના કારણે શુક્રાણુઓની સંખ્યા ઓછી થતી જાય છે.
જેના લીધે તેની પ્રજનનની ક્ષમતા ઘટી જાય છે. આ શોધમાં 34થી 36 વર્ષના 104 પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ કહ્યું કે એમા આ રિસર્ચમાં સામે આવ્યું કે ઓછી ઉંઘ અને શુક્રાણુઓની કમીને બતાવાઈ છે. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જે લોકો રાતે સાડા દસ વાગ્યાની આસપાસ સુઈ જાય છે તેમના શુક્રાણુઓની સંખ્યા સાડા અગિયાર પછી ઉંઘતા લોકોની સરખામણીમાં વધારે હોય છે.
એનો અર્થ કે જે લોકો 6 કલાક કરતાં ઓછું ઉંઘે છે તેમનામાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાની સંભાવના વધારે હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે લોકો ભરપૂર ઊંઘ લે છે તેમનું મેટાબોલિઝમ સારું રહે છે. મેટાબોલિઝમનું કામ શુક્રાણુઓની સંખ્યાને સંતુલિત રાખવાનું છે. જો પૂરતી ઊંઘ ના મળે તો મેટાબોલિઝમને નુકસાન થાય છે અને તેના લીધે શુક્રાણુઓની ગુણવત્તા પર નકારાત્મક અસર પડે છે. એટલું જ માણસ ડિપ્રેશનમાં પણ આવી જાય છે.