FOLLOW US

પાણી પીવાની બોટલ તમારી પાસે રાખતા હોવ તો ચેતી જજો, આ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

ટોઈલેટ ટબમાં જેટલા બેક્ટેરિયા હોય છે તેનાથી 40000 ગણા વધારે બેક્ટેરિયા પાણીની બોટલમાં હોય છે.

પાણીની બોટલમાં રસોઈના સિન્કની તુલનામાં બેગણા વધારે માત્રામાં કિટાણુ હોય છે.

Updated: Mar 14th, 2023

Image Envato

તા. 14 માર્ચ 2023, મંગળવાર

તાજેતરમાં અમેરિકાના waterfilterguru.com (વોટરફિલ્ટરગુરુ.કોમ) ના સંશોધન કર્તાની એક ટીમ દ્વારા ખોલી શકાય તેની બોટલના ઢાંકણ, આંટાવાળા ઢાંકણની બોટલ, દબાવીને ખોલી શકાય તેવી બોટલોને અલગ અલગ જગ્યા પરથી ઉઠાવી ત્રણ- ત્રણ વખત ચેક કરવામાં આવ્યુ. જેના પરથી બે જાતના બેક્ટેરિયા જોવા મળ્યા હતા. જેમા ગ્રામ નેગેટિવ રોડ્સ અને બેસિલસ નામના બેક્ટેરિયા જોવા મળ્યા હતા. એક અધ્યયનમાં જોવા મળ્યુ કે બીજીવાર ઉપયોગમા લેવામાં આવતી બોટલમાં સંડાસના ટબમાં જેટલા બેક્ટેરિયા હોય છે તેનાથી 40000 ગણા વધારે બેક્ટેરિયા બોટલમાં જોવા મળે છે.  

ઓસ્ટ્રેલિયાની કેથોલિક યુનિવર્સિટીના સંશોધન ટીમ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં આ સંશોધનની તુલના બાળકોના તણાવ દુર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં રમકડાં સાથે કરવામાં આવી હતી. તેમણે કહ્યુ કે એવી વસ્તુઓ છે, જે આપણને ક્યારેય ડગો નથી કરતા, તે વિશ્વાસ પાત્ર છે, અને એ એવા લોકોમાથી નથી, જે આપણને નુકસાન પહોચાડે. 

પાણીની બોટલમાં રસોઈના સિન્કની તુલનામાં બેગણા વધારે માત્રામાં કિટાણુ હોય છે. 

સંશોધનકર્તાની ટીમે આ બાબતે સમજાવ્યુ કે ગ્રામ નેગેટીવ બેક્ટેરીયાના કારણે એવા ઈન્ફેકશન પેદા થઈ શકે છે. જે એન્ટી બાયોટીક્સ દવાઓ સામે પ્રતિરોધક છે. કેટલાક પ્રકારના બેસિલસના કારણે ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલની સમસ્યા થઈ શકે છે. એટલે કે ગેસના રોગ થઈ શકે છે, તેમણે બોટલોની સફાઈની તુલના રોજબરોજ ઘરમા વપરાતી વસ્તુઓ સાથે કરી તો તેમા જાણવા મળ્યુ કે તેમા રસોઈના સિન્કની તુલનામાં બેગણા વધારે માત્રામાં કિટાણુ હોય છે. કોમ્પ્યુટરના માઉસની તુલનાએ ચાર ગણાથી વધુ અને પાલતુ પશુઓના ભોજનના વાસણની તુલનાએ 14 ગણા વધારે બેક્ટેરિયા હોય છે. 

માનવીનું મોંઢુ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના બેક્ટેરિયાનું ઘર છે

ન્યુયોર્ક પોસ્ટના સંશોધન અનુસાર ડૉ. એન્ડ્રયુ એડવર્ડસે કહ્યુ કે, માનવીના મોંઢાને મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના બેક્ટેરિયાનું ઘર માનવામાં આવે છે. એટલા માટે કોઈ હેરાન થવાની જરુર નથી કે પીવાના પાણીના વાસણો સુક્ષ્મજીવાણુઓથી ઢંકાયેલા હોય. 

રોજ વાપરવામા આવતી બોટલોને ઓછામા ઓછી એકવાર ગરમ પાણીથી અને સાબુથી બરોબર ધોવી જોઈએ

આ ઉપરાંત એક સંશોધનમાં એવુ જાણવા મળ્યુ કે, જે પાણીની બોટલો પર પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ, તેમાં દબાવીને બંધ કરવાની બોટલો કરતા ઢાંકણવાળી બોટલો સૌથી વધારે સાફ હોય છે. અને તેમા પણ  આંટાવાળી બોટલો અથવા સ્ટ્રો-ફિટેડ ઢાંકણવાળી બોટલોની તુલનામાં માત્ર 10 ટકા જ બેક્ટેરિયા હોય છે. શોધકર્તાએ ચેતવણી આપી છે કે બીજીવાર વાપરવામા આવતી બોટલોને રોજ ઓછામા ઓછી એકવાર ગરમ પાણીથી અને સાબુથી બરોબર ધોવી જોઈએ. અને અઠવાડિયામાં એકવાર તેને સેનેટાઈઝર કરવી જોઈએ. 


Gujarat
Magazines