રાયપુરનો આ પરીવાર કાપડની થેલીઓ બનાવી લોકોને મફત વહેંચે છે
અત્યાર સુધી ૧૦૦૦થી વધુ થેલીઓ તૈયાર કરીને આપી છે
દુકાન અને મોલમાં ચીજ વસ્તુઓ પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને આપવામાં આવે છે. રોજ બરોજની જીવનશૈલીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સતત વધતો વધતો જાય છે. પ્લાસ્ટિકને જમીનમાં સડીને ઓગળવામાં હજારો વર્ષ લાગે છે ત્યારે છતિસગઢના રાયપુરનો એક પરીવાર પ્લાસ્ટિકના સ્થાને કાપડની થેલીઓ તૈયાર કરે છે આ થેલીઓ પોતાના માટે નહી પરંતુ લોકોને મફત વહંેચે છે. અત્યાર સુધી આ પરીવાર કાપડમાંથી ૧૦૦૦થી વધુ થેલીઓ સિવીને લોકોને આપી છે.
રાયપુરમાં રહેતા સુરેન્દ્ર બૈરાગી અને તેમની પત્ની આશા તથા બાળકોએ આ રીતે શહેરને પ્લાસ્ટિક મુકત કરવાનો પ્રયાસ શરુ કર્યો છે. આ પરીવાર ગરીબ છે પરંતુ તેમની ભાવના ઉંચી છે. લેથ મશીનમાં કામ કરતા સુરેન્દ્ર બૈરાગી આ કામ માટે દરરોજ ૨ થી ૩ કલાક ફાળવે છે જયારે પત્નિ આશા બૈરાગી દિવસભર થેલી બનાવવાનું કામ કરતી રહે છે. તેઓ જાણે છે કે એકલ દોકલ પ્રયાસથી થઇ શકવાનું નથી પરંતુ પ્લાસ્ટિક ઉપયોગમાં નહી કરવાનો મેસજ આપવાની રીત છે.
આ પરીવાર જુના કપડા અને ચાદરમાંથી થેલીઓ બનાવે છે. શરુઆતમાં તો એક જ સિલાઇ મશીન હતું પરંતુ જેમ લોકોને આ સારી ભાવનાની જાણ થઇ તેમ બીજા લોકો પણ જોડાયા હતા. આજે ૩૦ જેટલા સિલાઇ મશીન પર બહેનો કપડાની થેલીઓ તૈયાર કરે છે. તેઓ થેલીઓ સિવવાના કામમાં ઝડપ લાવીને આવતા એક મહિનામાં ૩૦૦૦ થેલીઓ વહેંચવા માંગે છે. બજારમાં જયારે તેઓ કપડાની થેલીઓ આપવા નિકળે ત્યારે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવાની પણ વિનંતી કરે છે.
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં યોગરાજ મેંગી નામના બુઝુર્ગ ખૂબ સમયથી પ્લાસ્ટિકનો લોકો વપરાશ ઘટાડે તે માટે કાપડની થેલીઓ બનાવીને વહેંચે છે. તેમને અત્યાર સુધી હજારો થેલીઓ વિતરિત કરી છે. તેઓ પોતાના પ્રચાર અને પ્રસારથી દૂર રહે છે. તેઓ પોતાના પૈસાથી જ થેલીઓ બનાવવા માટે કાપડ ખરીદે છે. કાપડ ખરીદીને સિલાઇ કામ કરતી જરુરીયાત મંદ મહેનોને મહેનતાણું આપે છે.ખાસ કરીને શાકભાજી લેવા નિકળતા ગ્રાહકોને વેપારીઓ પોલિથિનમાં સબ્જી આપતા હોય છે આથી શાક માર્કેટમાં કપડાની થેલીઓ આપવામાં આવે છે. આ કાપડની થેલી ફરી લાવવા અને તેનો ઉપયોગ કરવા સમજાવાય છે.