Radiology ના રહસ્યો: એક્સ રે, સિટી સ્કેન અને એમઆરઆઈ જેવા તમામ રિપોર્ટ વિશે સચોટ અને મહત્વની માહિતી
તબીબી ક્ષેત્રના વિવિધ પ્રકારના ડોક્ટર્સ સાથે પોતાની કે કોઈ સ્વજનની બીમારીમાં આપણે મળવાનું અથવા વાતચીત કરવાનું શક્ય બનતું હોય છે. પરંતુ રેડિયોલોજીસ્ટ સાથે ચર્ચા કરવાની અને એમના વિષયને સમજવાની તક તો ભાગ્યે જ કોઈને મળતી હોય છે. ચેટ તબીબીના આ એપિસોડમાં આપણે રેડિયોજીને લગતા રહસ્યો જાણવા સમજવાનો પ્રયાસ કરીશું. ચેટ તબીબી ગુજરાતી ભાષામાં આ પ્રકારની વિગતવાર અને સચોટ માહિતી આપતો એકમાત્ર શો છે. જ્યાં તમને X-Ray, MRI, CT Scan, DEXA Scan, PET Scan, Endoscopy વગેરે તમામ રિપોર્ટને લગતી સાચી માહિતી એક એક્સપર્ટ રેડિયોલોજીસ્ટ ડૉક્ટર પાસેથી મળી શકશે.
આ એપિસોડ જોયા બાદ દર્શકો રેડિયોલોજીને વધારે સારી રીતે સમજી શકશે. આ વિષયને લગતા લગભગ તમામ મુદ્દાઓ આ શોમાં આવરી લેવાયા છે.
આવનારા સમયમાં આ જ પ્રકારે વિવિધ રોગોને લગતા માહિતીપ્રદ વીડિયો આ શોમાં તમને જોવા મળશે. તમે ગુજરાત સમાચારની એપ ઇન્સ્ટોલ કરી અને યુટ્યુબ પર ગુજરાત સમાચારને સબ્સ્ક્રાઇબ કરીને આ વીડિયોઝ જોઈ શકશો. વધારે માહિતી માટે જોડાયેલા રહો ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર.