FOLLOW US

સુંદર અને સ્વસ્થ નખ માટે ઘરે જ તૈયાર કરો આ ‘નેલ સ્પા’

Updated: May 24th, 2023

Image Courtesy: Twitter 

નવી મુંબઇ,તા. 24 મે 2023, બુધવાર 

ચહેરાની જેમ નખને સુંદર અને સ્વસ્થ રાખવા માટે પણ ખાસ કાળજી લેવી જોઈએ. હાથને વધુ સુંદર બનાવવા માટે ઘણી મહિલાઓ પાર્લરમાં જઇને નેલ સ્પા કરાવતી હોય છે. પરંતુ જો તમારા પાસે એટલો સમય ના હોય તો તમે ઘરે પણ નેલ સ્પા કરી શકો છો. તેના માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. 

દૂધ અને ગુલાબજળ

તમે તમારા નખની સંભાળ રાખવા માટે ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરતા હશો. પરંતુ ઘણી વખત એવું બને છે કે, આ બધું કરવા છતાં કોઈ ફાયદો થતો નથી. 

તો સૌથી પહેલા એક બાઉલમાં ગુલાબજળ અને દૂધ ઉમેરો. જો તમે ઈચ્છો તો તેમાં ગુલાબની પાંખડીઓ પણ ઉમેરી શકો છો. નેઇલ પેઇન્ટને સાફ કરો અને તમારા હાથને તેમાં ડુબાડો. તમારી આંગળીઓને લગભગ 15 મિનિટ સુધી પાણીમાં રાખો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી હાથ સાફ કરી દો. 

સ્કીન માટે આપણે કોફી સ્ક્રબનો ઉપયોગ કરતા હોઇએ છીએ. કોફીનો ઉપયોગ નખ માટે પણ કરી શકો છો. તે નખ પરની ગંદકીને સાફ કરે છે અને તેને કન્ડિશન કરે છે. આ માટે સૌ પ્રથમ એક બાઉલમાં કોફી પાવડર, નાળિયેર તેલ અને મધ ઉમેરો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. પછી તેને ભીના હાથ પર લગાવો અને સારી રીતે મસાજ કરો. ત્યારબાદ નવશેકું પાણી લો અને તમારા હાથ સાફ કરી લો. આનાથી તમારા નખની ચમક પાછી આવશે.

ગ્લિસરીન ત્વચાની સાથે સાથે નખ માટે પણ ખૂબ જ સારું છે. તેથી તમે નેલ સ્પા માટે તેનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં મલાઈ, ગ્લિસરીન અને વિટામિન ઇ કેપ્સ્યુલ્સ ઉમેરો આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. પછી ધીમે-ધીમે નખ પર મસાજ કરો. તેને તમારા હાથ પર 30 મિનિટ સુધી રહેવા દો. પછી નવશેકા પાણીથી હાથ ધોઈ લો. આનાથી તમારા નખ સુંદર દેખાવા લાગશે.

Gujarat
IPL-2023
Magazines