FOLLOW US

Pregnancy planning: આ 3 મહિનામાં પ્રેગનેન્ટ થવું સૌથી વધુ ખતરનાક, મહિલાઓ થઇ જાય સાવધાન

Updated: Jul 2nd, 2022


નવી મુંબઇ, તા. 2 જૂલાઇ 2022, શનિવાર 

મા બનવુ એ સ્ત્રી માટે એક વરદાનરૂપ છે. પરંતૂ પ્રેગનેન્સીને લઇને તાજેતરના એક અભ્યાસમાં એ વાત સામે આવી છે જે દરેક સ્ત્રીએ ધ્યાનમાં લેવી જરુરી છે. 

ઋતુ સાથે પ્રેગનેન્સીને કોઇ લેવા દેવા નથી પરંતૂ એક અભ્યાસ પ્રમાણે સામે આવ્યુ છે કે, ઉનાળામાં ગર્ભવતી મહિલાઓમાં પ્રેગનેન્સીનું જોખમ સૌથી વધુ હોય છે. 

6000 મહિલાઓની ગર્ભાવસ્થા પર રિસર્ચ 

અમેરિકન સંશોધકોની એક ટીમે 8 વર્ષના એક અભ્યાસ કર્યો જેમાં 6000 મહિલાઓની ગર્ભાવસ્થા પર રિસર્ચ કરવામાં આવી હતી અને એક રિપોર્ટ તૈયાર કર્યો.

મિસકરેજનો દર આ મહિનાઓમાં વધુ 

અભ્યાસ દરમિયાન જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પ્રેગનેન્સીમાં મિસકેરેજનો દર સૌથી વધુ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઓગસ્ટ મહિનામાં મિસકેરેજનો દર ફેબ્રુઆરીની સરખામણીમાં 44 ટકા વધુ જોવા મળ્યો હતો. 

8 અઠવાડિયામાં થાય છે મિસકરેજ 


સગર્ભા સ્ત્રીઓમાં મિસકેરેજના મોટાભાગના કેસો ગર્ભાવસ્થાના 8 અઠવાડિયા પૂરા થાય તે પહેલાં જ જોવા મળ્યા, જેમાં ગર્ભનું કદ રાસબરી જેવું જ હોય છે.

નિષ્ણાતો માને છે કે મિસકેરેજનું મુખ્ય કારણ ગરમ હવામાન અને લાઈફસ્ટાઈલ હોઈ શકે છે પરંતુ તેના અંગે ઉંડું રિસર્ચ જરૂરી છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે ગર્ભાવસ્થાના કોઈપણ સપ્તાહ દરમિયાન મિસકેરેજનું જોખમ ફેબ્રુઆરીના અંતની સરખામણીએ ઓગસ્ટના અંતમાં 31 ટકા વધારે હતું.

બોસ્ટન યુનિવર્સિટીના રિસર્ચર ડૉ. એમેલિયા વેસેલિંકે જણાવ્યું હતું કે "અભ્યાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે ઉનાળાની ઋતુમાં વહેલા મિસકેરેજનું જોખમ સૌથી વધુ હોય છે. ગરમીને કારણે ગર્ભાવસ્થા દરમિયાન અન્ય ઘણી સમસ્યાઓનું જોખમ રહેલું છે જેમ કે સમય પહેલા બાળકનો જન્મ, બાળકનું ઓછું વજન અને ખાસ કરીને ગર્ભમાં બાળકનું મૃત્યુ પણ.આ સંશોધનના પરિણામો જર્નલ એપિડેમિઓલોજીમાં પ્રકાશિત થયા હતા. 

નિષ્ણાતોનું માનવું છે કે, ગરમીના કારણે ગર્ભવતી મહિલાઓમાં પાણીની અછતને કારણે પસેસેન્ટાના વિકાસ પર ખરાબ અસર પડે છે. ઉપરાંત ગર્ભાશયમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. આજ કારણે ઉનાળામાં ગર્ભપાતનું જોખમ ઘણું વધારે હોય છે. તે સર્વે બહાર આવ્યો હતો.  

જોકે સંશોધકોનું એમ પણ કહેવું છે કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. મિસકેરેજ અટકાવી શકાતું નથી પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન, આલ્કોહોલ અને ડ્રગનો ઉપયોગ ટાળવાથી જોખમ ઘટાડી શકાય છે. 


Gujarat
English
Magazines