મગજની કાર્યક્ષમતા વધારવા આજથી કરો આ કામ
પહેલુ સુખ તે જાતે નર્યા એ કહેવત તો વર્ષોથી પુ્રચલિત છે પણ આજના પ્રદૂષણવાળા યુગમાં દરેક પોતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂર છે. ભેળસેળવાળો ખોરાક, પ્રદૂષિત હવા અને દોડધામવાળી લાઈફને લીધે તંદુરસ્તી જોખમાય છે. જેની સીધી અસર મગજ પર પડે છે.
રમતો રમવી તે મગજની કાર્યક્ષમતા વધારવાનો સરળ રસ્તો છે. એક રિસર્ચ કહે છે કે રમતો રમવાથી બીમારીઓથી થતાં મૃત્યુનું જોખમ 47 ટકા ઘટી જાય છે. રનિંગ, બેડમિન્ટન અને ટેનિસ કે ફૂટબોલ જેવી રમતો રમતા લોકોની ઉંમર વ્યાયામ ના કરતાં લોકો કરતાં વધારે હોય છે. તેથી અઠવાડિયામાં 150 મિનિટની સ્પોર્ટ્સ એક્ટિવિટી જરૂર કરો. તેનાથી તમારા મગજની કાર્યક્ષમતામાં પણ વધારો થશે.