પિત્ઝાનો પ્રેમ લાવી શકે છે આ ગંભીર બીમારી
બર્ગર, પિત્ઝા જેવા ફાસ્ટફૂડ ડાયાબિટીઝની શંકાને અનેકગણી વધારે છે. જેના લીધે બીજી અનેક બીમારીઓ પણ થઇ શકે છે. આજકાલ મોટાભાગના બાળકો અને કેટલાય વયસ્કોમાં પણ ફાસ્ટફૂડનો ક્રેઝ વધી રહ્યો છે. આ બહુ કેલેરીવાળા ખાદ્યપદાર્થોમાં પોષકતત્વોની માત્રા બહુ ઓછી છે. સંતૃપ્ત ચરબી (સેચુરેટેડ ફેટ) અને કોલેસ્ટ્રોલયુક્ત આ ખાદ્યપદાર્તોના વધારે પડતા સેવનથી મેટાબોલિઝમ બગડે છે પરિણામે ભારતમાં સ્થુળતા, ડાયાબિટીસ અને હૃદયરોગના કેસ ઝડપથી વધી રહ્યાં છે.
જો પેરેન્ટ્સનું વજન વધારે હોય
જો માતા અને પિતા બંનેનું વજન વધારે હોય તો બાળકના સ્થૂળ હોવાની આશંકા પણ 60થી 70 ટકા જેટલી વધી જાય છે. સ્થૂળ બાળકો મોટા થાય તો સ્થૂળતાનો ભોગ બનવાની આશંકા 70 ટકા જેટલી હોય છે. ઘણાં સ્થૂળ બાળકોના અનુભવના આધારે આ વાત સામે આવી છે. એ બાળકોને લાગે છે કે સ્થૂળ હોવાને લીધે એમને જો કોઈ સૌથી મોટી તકલીફ હોય તો એ છે સામાજિક ભેદભાવ. જેના લીધે તે બીજા બાળકો સાથે વ્યાયામ કરતાં ખચકાય છે. આની મનોવૈજ્ઞાનિક અસર એમના પર આજીવન રહે છે.
થઇ શકે છે અનેક તકલીફો
સ્થૂળતા સાથે અનેક બીમારીઓ જોડાયેલી છે. ખાસ કરીને યુવાવસ્થામાં સાંધા અને ધમનીયો સાથે જોડાયેલી તકલીફો થઇ શકે છે. નાના બાળપણથી સ્થૂળતાનો ભોગ હોય તેવા લોકોમાં કેટલીક બીમારીઓની સંભાવના વધારે હોય છે. જો સમયસર સાવચેત ના થયા તો એ દિવસ દૂર નથી જ્યારે પરિવારના બધા લોકો ડાયાબિટીસ અને હાર્ટ પ્રોબ્લેમ્સની દેવા લેતાં હશે. એટલું જ નહીં લોકો એકબીજાને બ્લડપ્રેશર મોનિટર, ગ્લૂકોમીટર વગેરે ગિફ્ટમાં આપતાં હશે.
શું છે કારણ
- બાળકો વધારે કેલેરીવાળા ખાદ્યપદાર્થો ખાય છે. પેરેન્ટ્સ પણ બાળકોને ફળ અને શાકભાજી ખોરાકમાં આપવાને બદલે હાઈ ફ્રુક્ટોઝવાળા ખાદ્યપદાર્થો તથા પીણાં આપે છે.
- બાળકોની મનોરંજનની રીતો પણ બદલાઈ છે. પહેલા બાળકો ભાઈ-બહેન અને આડોશી પાડોશી સાથે રમતાં હતા. હવે તેઓ વીડિયોગેમ રમે છે અને ટીવી જુએ છે અથવા તો પછી કોમ્પ્યુટર સામે સમય વીતાવે છે.
- બાળકો સ્કૂલ, બસ સ્ટોપ કે પાર્ક સુધી ચાલતાં જવાનું ટાળે છે. તેઓ વેકેશનમાં સાઇકલિંગ કે સ્વિમિંગ જેવી પ્રવૃત્તિ નથી કરતાં કે ના જોગિંગ કરવા જાય છે.