કીમોથેરાપીથી આડઅસરથી શરીરનું રક્ષણ કરી શકે છે પીચ
નવી દિલ્હી, 30 મે 2019, ગુરુવાર
દેખાવમાં સુંદર અને સ્વાદમાં ખટમીઠા પીચ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢી અને રોગપ્રતિકાર શક્તિ વધારવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. પીચનું સેવન કરવાથી પેટ અને લિવર સ્વસ્થ રહે છે. પીચમાં બીટા કૈરોટિન શરીરમાં વિટામિન એનું નિર્માણ કરે છે જે રેટિનાને સ્વસ્થ રાખી અને આંખનું તેજ વધારે છે. પીચ એન્ટીઓક્સીડેંટથી ભરપૂર હોય છે જે બ્રેસ્ટ કેન્સરની આશંકાને ઘટાડે છે અને કેન્સરના દર્દીઓને કીમોથેરાપીથી થતી આડઅસરને પણ દૂર કરે છે. પીચનું સેવન કરવું એનીમિયાના દર્દીઓ માટે પણ લાભકારી છે.
175 ગ્રામ પીચ અંદાજે 68 કેલેરી ધરાવે છે. તેમાં 10 ટકા કાર્બોહાઈડ્રેટ અને 6 ટકા ફાયબર હોય છે. સાથે જ તેમાં 11 ટકા વિટામિન એ અને 19 ટકા વિટામિન સી હોય છે. પીચમાં ફેટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને એટલે જ તે ડાયટિંગ કરતા લોકો માટે સારું સાબિત થાય છે. તેમાં કેલ્શિયમ, પૌટેશિયમ અને આયરન તત્વ પણ હોય છે.
નિયમિત પીચનું સેવન કરતા લોકો ખાસ ધ્યાન રાખે કે તેને અન્ય ફળ સાથે મીક્ષ કરીને ન ખાવું જોઈએ. આ ઉપરાંત જમ્યા બાદ 30 મિનિટ પછી જ પીચ ખાવા જોઈએ. રોજ તમે 2થી 3 પીચ ખાઈ શકો છો. જો કે શરીરમાં કોઈપણ પ્રકારની એલર્જી થતી હોય તો ડોક્ટરની સલાહ લીધા બાદ જ પીચનું સેવન કરવું.